________________
બની શકે. - પ્રભુ નામમાં પણ ઉપકારની શક્તિ છે. “પ્રભુ નામ કી ઔષધિ, સચ્ચે ભાવસે ખાય; રોગ-શોક આવે નહિ, દુઃખ - દોહગ્ગ મીટ જાય...” પણ શ્રદ્ધા હોવી જોઈએ.
* આપણો સંસાનો પ્રેમ બદલાઈને જો પ્રભુ પરવહેવા લાગે તો સાધનાનો માર્ગ ખુલ્લો થઈ ગયો સમજજો.
પ્રગટ્યો પૂરણ રાગ, મેરે પ્રભુશું પ્રગટ્યો....
પ્રભુ! મારા હૃદયમાં આપના પ્રત્યે જે પ્રેમનો પૂર પ્રગટ્યો છે. તેને કોની સાથે સરખાવું? સમુદ્ર સાથે? નદી સાથે?
ચન્દ્ર ભલે આકાશમાં છે. કિરણો (ચાંદની) ધરતી પર છે અને સમુદ્રને ઉલ્લસિત કરે છે.
ભગવાન ભલે મોક્ષમાં છે. પણ ગુણ – ચાંદની સમગ્ર પૃથ્વી પર પથરાયેલી છે.
આંધળાને સૂર્ય શું ને ચન્દ્ર શું? એની પાસે ચાંદનીનો પ્રકાશ ન પહોંચે. હૃદયના દ્વાર બંધ છે, તેની પાસે ભગવાનની કૃપાના કિરણો નથી પહોંચી શકતા.
પ્રભુની ગુણ-સુવાસ સર્વત્ર છે. એના માટે “નાક જોઈએ. પ્રભુની ગુણ-ચાંદની સર્વત્ર છે, એના માટે “આંખ જોઈએ. સંપૂર્ણ – મંડલ – શંશાક – કલા – કષાપ...” ભક્તામરના આ શ્લોક પરનો અર્થ વિચારી જોજો. ઝવેરીને ખબર પડી જાયઃ આ પત્થર નથી, હીરો છે.
ભક્તને ખબર પડી જાય. આ પ્રભુકૃપા છે, સામાન્ય વાત નથી. આખું ભક્તામર પ્રભુનામની સ્તુતિ જ છે. જોવાની દૃષ્ટિ જોઈએ, ભક્તનું હૃદય જોઈએ, તમારી પાસે.
જ્યાં ભગવાનના ગુણ હોય ત્યાં ભગવાન હોય કે નહિ? જ્યાં ગુણ હોય ત્યાં દ્રવ્ય ન હોય એવું બને? દ્રવ્ય વિના ગુણો રહે ક્યાં? ચાંદની છે ત્યાં ચન્દ્ર છે જ.
આરીસો રાખીને જુઓ. સ્વચ્છ જળની થાળી ભરીને રાખો. હૃદય દર્પણ જેવું સ્વચ્છ બનાવો. પ્રભુ-ચન્દ્ર આ રહ્યા.
કહે કલાપૂર્ણસૂરિ ...
... ૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org