________________
લોગસ્સનું નામ છે: નામસ્તવ! નામસ્તવ એટલે નામ વડે ભગવાનની સ્તુતિ! એક પ્રતિક્રમણમાં કેટલા લોગસ્સ આવે? ગણી લેજો.
કાઉસ્સગ્નમાં લોગસ્સના સ્થાને, આવડતો હોય તો લોગસ્સ જ ચાલે, નવકાર નહિ. આ વિધિ છે. ન આવડતો હોય તેમના માટે નવકાર ઠીક છે.
સૂર્ય-ચન્દ્રનો પ્રકાશ સૂર્ય-ચન્દ્રમાં જ સીમિત નથી રહેતો, ચારેબાજુ ફેલાય છે. રત્નાદિનો પ્રકાશ સ્વમાં જ સીમિત રહે છે. ભગવાનનો જ્ઞાનપ્રકાશ સ્વમાં જ સીમિત નથી રહેતો, સર્વત્ર ફેલાય છે. માટે જ પ્રભુને “નોરમ્ય ગોગોરે” (જ્ઞાનાતિશય) કહેવાય છે. લોકને ઉદ્યોત કરનારા પ્રભુ છે. આના કારણે જ ધર્મતીર્થની સ્થાપના કરી શક્યા છે. ધર્માતિસ્થયે' (વચનાતિશય) નિ” (અપાયા પગમાતિશય) ‘રિહંત' (પૂજાતિશય) અહીં ચાર અતિશયો પણ સમાવિષ્ટ છે.
પંચવસ્તુક
પ્રશ્નઃ અમારા માટે રહેવાને મકાન છે, સાધુને રહેવાનું સ્થાન કર્યું? ઉત્તરઃ તત્ત્વથી સાધુ આત્મામાં જ છે. પરમ સમતામાં મગ્ન રહેવાથી ગમે તેવા સ્થાનોમાં રાગ-દ્વેષાદિ ન કરે.
ઘર્મશાળામાં તમે, સારી હોય કે ખરાબ, ચગ-દ્વેષ કરતા નથી, તેમ સાધુ પણ ના કરે. સાધુ બીજાના બનાવેલા સ્થાનમાં ઊતરે, સ્વયં ન બનાવે. પોતાના માટે બનાવે તો
મમેકં સ્થાનમ્' આ મારું છે – એમ મમત્વ થાય. પ્રશ્ન: ગૃહસ્થોની જેમ ભોજન-પાન નથી મળતા. તકલીફ પડે ને? ઉત્તરઃ સાધુ જે ભૂખ-તરસ સહે છે, તેમાં સંકલેશ નથી થતો, પરંતુ આનંદ થાય છે. કારણ કે જાણે છે કે આનાથી અસાતાવેદનીય આદિ કર્મ ખપે છે. અરે, કેટલીકવાર તો જાણી જોઈને ઉપવાસાદિ કરીને ભૂખ સહે છે. ભગવાનનું છદ્મસ્થ જીવન જુઓ. કેટલી ઘોર તપશ્ચર્યા!
જો કે આ તપ બધા માટે ફરજિયાત નથી. જેવી જેની શક્તિ અને ભાવના! એક લોચ ફરજિયાત છે! એ ધેર્ય અને સત્ત્વ વધારવા માટે છે. લોચાદિના કાયકલેશથી સાધુ પાપકર્મની ઉદીરણા કરે છે. ભવિષ્યમાં આવનારા પાપકર્મોને અત્યારથી જ ઉદયમાં લાવીને ખતમ કરી દેતાં ભાવિના તેટલા પાપકર્મો ખપી જાય છે. તેથી સાધુ આનંદ માને
* કાલગ્રહણમાં વહેલું ઊઠવું, સાવચેતી રાખવી, વગેરે શા માટે? આવી કહે કલાપૂર્ણસૂરિ ....
•.. ૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org