________________
સોમ, ૧૬-૮-૯૯, શ્રા. સુદ-છે.
દેવવંદનાદિ સૂત્રોમાં એવી શક્તિ છે, અનાદિકાળના ચારિત્રમોહનીયાદિ કર્મોનો ક્ષય કરી આપણામાં વિરતિના પરિણામો પેદા કરે. તીર્થકરો પણ જ્યારે હાથ જોડીને સામાયિકનો પાઠ ઉચ્ચરે છે ત્યારે તેમને વિરતિના પરિણામો પેદા થાય છે.
પરિણામો તો આપણી અંદર પડેલા જ છે, પણ આ સૂત્ર, ક્રિયા વગેરે પ્રગટ કરનાર પુષ્ટ કારણો છે.
જે તાકાત નવકાર, ઈરિયાવહિયે, લોગસ્સ વગેરેમાં છે, તે નૂતન રચનામાં ન આવે.
અંજારમાં ડૉ. યુ. પી. દેઢિયા કહે બધા સૂત્રો પ્રાકૃતમાં છે. અમને સમજાતા નથી. ગુજરાતીમાં રચના થાય તો ઉપકારક ઘણા બને.
કાચ અને ચિત્તામણિ જેટલો બન્નેમાં ફરક આવે એ પવિત્ર સૂત્રોના રહસ્યાર્થો, મંત્ર ગર્ભિતતા વગેરે ગુજરાતીમાં શી રીતે ઉતારી શકાશે? અર્થોને સમાવવાની જે શક્તિ પ્રાકૃતમાં છે, તે ગુજરાતીમાં ક્યાંથી લાવવી? સંસ્કૃતની ગરિમા ગુજરાતીમાં ક્યાંથી લાવવી?
ગાનૌર સૌક્યમ્ ' આ વાક્યના ૮ લાખ અર્થ થાય. પંજાબી યુવાનોને જવાબ આપવા સમયસુંદરજીએ ૮ લાખ અર્થ કરી બતાવ્યા હતા.
૧૪૮ ... Jain Education International
.. કહે કલાપૂર્ણસૂરિ
For Private & Personal Use Only
www.jainelibrary.org