________________
એવું કહો ના સજ્જનો, સાક્ષાત્ આ ભગવાન છે, નિજ નામ મૂર્તિનું રૂપ લઈ, પોતે જ અહીં આસીન છે !!.
(હરિગીત) શિષ્યોએ ઊંઘમાં ખલેલ પાડીએના કારણે એક આચાર્યેઆગમોની વાચના આપવી જ બંધ કરી. આટલા મોટા આચાર્યને પણ મોહ પ્રભુ અને પ્રભુનામ ભૂલાવી દે તો આપણે કોણ? અહીં દર્શન મોહનીયનું આક્રમણ થયું
મોહનીય કર્મ તમને તમારી જાત જણાવવા દેતો નથી, તો ભગવાનને ક્યાંથી જાણવા દે?,
નામ યુક્ત જ સ્થાપના, દ્રવ્ય, અને ભાવ હોય. નામ વગરના શેષ ત્રણ નિક્ષેપાન હોઈ શકે.
મૂર્તિ સામે છે. પણ કોની છે? મહાવીર સ્વામીની. “મહાવીર સ્વામી' આ નામ તેમની મૂર્તિ સાથે જડાયેલું હોય જ.
શહેરમાં તમે જાવ ને કોઈને તમે મળવા માંગો છો, પણ નામ જ ભૂલાઈ ગયું છે તો તમે શી રીતે મળી શકશો? શી રીતે પૂછી શકશો? નામ વ્યક્તિની ઓળખમાં સહાયક
સામાન્ય વ્યક્તિનું નામ પણ આટલું મૂલ્યવાન હોય તો ભગવાનના નામનામૂલ્યની તો વાત જ શી કરવી?
ભગવાનના દર્શન, માત્રદર્શન ખાતર નથી કરવાના, ભગવાન થવા માટે કરવાના છે. ભગવાન ક્યારે બની શકાય? ભગવાન કેવા છે?
વીતરાગ ભગવાન રાગ-દ્વેષ વગરના છે. આપણે પણ તેવા બનવાનું છે, એ ખ્યાલ હોવો ઘટે.
મંત્ર અને મૂર્તિરૂપે સાક્ષાત્ ભગવાન સામે હોય. પછી માળા ગણતાં ઉંઘ આવે? આમંત્રણ આપીને ભગવાનને તમે બોલાવ્યા છે. પછી ઉઘો તો ભગવાનનું અપમાન ન કહેવાય?
વાચના આપું ને તમે ઉંઘો તો શું કહેવાય? પ્રભુ-નામ કે પ્રભુ - આગમ પર પ્રેમ હોય તો ઉંઘ આવે? પાણી મંગાવતાં શિષ્ય પાણી જ લાવે છે, ઘાસલેટ નહિ, આ નામનો પ્રભાવ છે. તો પ્રભુ બોલતાં પ્રભુ જ આવે. બીજું કોણ આવે? પોતાના નામ સાથે પ્રભુ જોડાયેલા છે.
નામની જેમ આકાર (મૂર્તિ) પણ પ્રભુ સાથે જોડાયેલી છે.
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org