________________
ૉઢ, ૧૫૮-૯૯, શ્રા. સુદ-૪,
* રોજ છ કલાક સુધી ભગવાન શું કહેતા હશે ? સમ્યક્ત્વ પામેલાનું સમ્યક્ત્વ નિર્મળ બને. ન મળેલું હોય તેને સમ્યગ્ દર્શન મળે. મળેલા ગુણ નિર્મળ બને, એવી તાકાત ભગવાનની દેશનામાં હોય છે.
*ધ્યાનને તીક્ષ્ણ બનાવનાર જ્ઞાન છે. ઉપયોગની તીવ્રતા, તેનું નામ જ્ઞાન...! આપણું નામ આપણે ક્યારેય ભૂલતા નથી. પ્રભુનું નામ હજુ ભૂલાઈ જાય. આપણા નામમાં આપણો તીવ્ર ઉપયોગ છે. એ ભૂલાતું નથી, તેમ પ્રભુના નામ અને પ્રભુના સૂત્રો ભૂલાવા ન જોઈએ.
* મૂર્તિમાં હજુય આપણે ભગવાન માનીએ છીએ, પણ આગમોમાં, અક્ષરોમાં ભગવાન છે, એવું હજુ શિક્ષણ લીધું નથી. અન્ય દર્શનીઓમાં આ અંગે ઘણું છે.
દેરાસર બંધ હોય કે રાત્રિ હોય તો ત્યાં હજુ ન જવાય, પણ ભગવાનનું નામ ન લેવાય એવું કોઈ ક્ષેત્ર કે એવો કોઈ કાળ નથી. એવી શ્રદ્ધા ઘટ્ટ બને કે ભગવાનના નામમાં પણ ભગવાનના દર્શન થાય, ભગવાનના આગમોમાં પણ ભગવાનના દર્શન થાય, તો કામ થઈ જાય.
"मन्त्रमूर्ति समादाय देवदेवः स्वयं जिनः ।
सर्वज्ञः सर्वगः शान्तः सोऽयं साक्षाद् व्यवस्थितः ।। "
પદ્યાનુવાદ : ‘‘પ્રભુ-મૂર્તિમાં છે શું પડ્યું ? છે માત્ર એ તો પત્થરો, પ્રભુ-નામમાં છે શું પડ્યું ? છે માત્ર એ તો અક્ષરો !’
કહે કલાપૂર્ણસૂરિ .....
Jain Education International
For Private & Personal Use Only
...૧૪૫
www.jainelibrary.org