________________
નાથ એટલે અપ્રામ ગુણોની પ્રાપ્તિ અને પ્રાપ્ત ગુણોની રક્ષા કરનાર, દુર્ગતિમાં પડતા જીવોને બચાવનારા. નાના છોકરાની જેમ હાથ પકડીને તેઓ બચાવતા નથી, આપણા પરિણામોની રક્ષા કરીને બચાવે છે. તીવ્ર અશુભ પરિણામ થાય તે પહેલા જ આપણને ભગવાન શુભ – અનુષ્ઠાનોમાં જોડી દે છે.
રાગ – દ્વેષના નિમિત્તોથી જ દૂર રહીએ તો તત્સંબંધી વિચારોથી કેટલા બચી જઈએ ? આત્મા નિમિત્તવાસી છે. જેવા માણસો સાથે આપણે રહીએ તેની અસર પડવાની જ. વાંચીએ તો તે ગ્રંથોની અસર પડવાની. જ્યાં રહીએ તે સ્થાનની પણ અસર પડવાની જ.
મંગળ, ૧૭-૮-૯૯, શ્રા. સુદ-૬.
* પ્રતિકૂળતા વખતે પણ સહનશીલતા કેળવેલી હોય તો ગમે તેટલા દુઃખો વખતે પણ આપણે વિચલિત ન બનીએ. લોચ, વિહાર વગેરે આવી કેળવણી માટે જ છે. ભણવું એ જ કેળવણી નથી. વિહાર, લોચ, ગોચરી આદિ પણ ઉત્કૃષ્ટ કક્ષાની કેળવણી છે.
દીક્ષા લીધી ત્યારે હું તો ૩૦ વર્ષનો હતો, પણ આ (પૂ. કલાપ્રભવિ. પૂ. કલ્પતરુવિ.) ૮, ૧૦ વર્ષના હતા, છતાં અમે બધા એકાસણામાં આવી ગયા. કારણકે અહીંનું વાતાવરણ જ એવું હતું.
૧૫૨ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org