________________
વગેરે પ્રેમ જ વ્યક્ત કરે છે. બીજાને પોતાની દૃષ્ટિએ જોવું તે પ્રેમ છે. સિદ્ધ ભગવંતો સૌને પોતાના જેવા પૂર્ણરૂપે જુએ છે. આ ઓછો પ્રેમ છે? પ્રેમ વિના દયા, કરૂણા, અનુકંપા વગેરે થઈ જ ન શકે. આપણે હવે પ્રેમનું સ્થાન બદલવાનું છે. પુદ્ગલથી પ્રભુ તરફ લઈ જવાનો છે.
પ્રભુને પામવાના ચારેય યોગોમાં પ્રેમ દેખાઈ રહ્યો છે. પ્રીતિ, ભક્તિમાં તો પ્રેમ સ્પષ્ટ છે જ.
વચન આજ્ઞામાં પણ પ્રેમ સ્પષ્ટ છે જ. પ્રેમ ન હોય તેની વાત માનો ખરા? વચન એટલે આજ્ઞા માનવી.
અસંગઃ જેના પ્રત્યે પ્રેમ હોય તેના સ્વરૂપ પ્રત્યે પણ પ્રેમ હોવાનો જ. જેના પ્રત્યે પ્રેમ હોય તેની સાથે જ એકમેક બની શકાય. અસંગ એટલે પુદ્ગલનો સંગ છોડી પ્રભુ સાથે એકમેક બની જવું.
મિત્ર કે લગ્નના પ્રેમમાં પણ આવું જ છે.
બીજાનો પ્રેમ છોડીએ ત્યારે જ પ્રભુ સાથે મળી શકીએ. ચોથા યોગનું માત્ર નામ અસંગ છે, પણ ખરેખર તો પ્રભુનો પ્રેમ જ છે. અસંગતો માત્ર પુદ્ગલથી કરવાનો છે.
પ્રભુ! અમારા શત-શત પુણ્યથી અરૂપી હોવા છતાં આપ રૂપ (મૂર્તિ) ધારણ કરીને આવ્યા છો.” આ પ્રેમના ઉદ્ગાર છે.
હમણાં જિજ્ઞાસુ સાધક મેજીસ્ટ્રેટ આવ્યા. પ્રકૃતિનો નિયમ છે જેને જે જોઈતું હોય તે મેળવી જ આપે. ન મળે તો સાધનામાં કચાશ સમજવી. સાધના માટે કોઈ માર્ગદર્શન ન હોય તો પ્રભુ સ્વયં આવીને માર્ગદર્શક બને છે.
તેમણે કહ્યું હું મુસ્લીમ છું. મારા ધર્મ પ્રમાણે નિરંજન નિરાકારનું ધ્યાન ધરું છું, પણ પકડાતું નથી. મન થોડી ક્ષણમાં છટકી જાય છે.
“ઉપાય બતાવું?
આપણે સંસાર રૂપી છીએ, અરૂપી નિરંજનને શી રીતે પકડી શકીએ? માટે આપણે સાકાર-રૂપી-પ્રભુને પકડીને પ્રારંભ કરવો જોઈએ...”
તેણે એ વાત સ્વીકારી. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો ફોટો પણ સ્વીકાર્યો. “અક્ષયપદ દીયે પ્રેમ જે, પ્રભુનું તે અનુભવરૂપ રે;
અક્ષરસ્વર ગોચર નહિ, એ તો અકલ અમાપ અરૂપરે..” આ અસંગ યોગનું વર્ણન છે. ૧૪૦ ...
» કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org