________________
* ભગવાનનો સાધુ ભિખારી નથી, ચક્રવર્તીનો પણ ચક્રવર્તી છે. તેને મળતું સુખ દેવેન્દ્ર કે ચક્રવર્તી પણ મેળવી શકે નહિ. પણ એ સાધુ સહન – સાધના અને સહાયતા કરનારા હોવા જોઈએ.
*અહિંસાથી પુણ્યાનુબંધી પુણ્ય. સંયમથી સંવર
તપથી નિર્જરા થાય. આ પુણ્યાદિ ત્રણેય નવ તત્ત્વોમાં ઉપાદેય છે. મોક્ષ ત્રણેયના મિલનથી થાય છે.
અહિંસા પાળીએ તો સંયમ પાળી શકાય.
સંયમ પાળીએ તો તપ પાળી શકાય. અહિંસા માટે સંયમ, સંયમ માટે તપ જોઈએ. આમ ત્રણેયમાં કાર્ય - કારણભાવ છે.
* પ્રમાદ ગતિને રોકનાર છે. એ ગતિ ચાહેદ્રવ્ય હોય કે ભાવ! દ્રવ્ય માર્ગની અને મોક્ષમાર્ગની ગતિ, પ્રમાદ રોકે છે.
* રામચન્દ્ર મુનિ કેવળજ્ઞાનની પ્રાપ્તિની તૈયારીમાં હતા ત્યારે સીતેન્દ્ર વિચાર્યું એ જો પહેલા મોક્ષમાં જશે તો...? નહિ, સાથે મોક્ષમાં જવાનું છે. ઉપસર્ગ ક્ય પણ રામચન્દ્રજી તો ધ્યાનમાં અચલ રહ્યા. કેવલ્ય મેળવ્યું, સીતા પાછળ રહી ગયા.
સાધના - માર્ગમાં આગળ જતો, પાછળવાળાની વાટ જોઈને ઉભો રહી શકતો નથી. પાછળવાળાએ જ દોડવું રહ્યું.
* પ્રતિકૂળતા ટાળવા પ્રયત્ન કરીએ છીએ, પણ પ્રતિકૂળતા તરફનો અણગમો ટાળવા પ્રયત્ન આપણે કરતા નથી. પરિણામ એ આવે છે. પ્રતિકૂળતા ટળતી નથી, અનુકૂળતા મળતી નથી.
વલસાડ પહેલા અતુલમાં પડી ગયો. ભયંકર વેદના, પણ ૨૪ કલાક તો કોઈને વાત કરી જ નહિ.
પ્રતિકૂળતા સહન કરવાની આદત ન હોય તો?
પ્રતિકૂળતા સહન કરવાની આદતથી અંતે પરમ સુખનો, અનુભવ થાય છે. તેજલેશ્યાની અભિવૃદ્ધિનો અનુભવ આ જ જન્મમાં થઈ શકે છે. તેનોભેશ્યવિવૃદ્ધિ...
૧૨ મહિનાના પર્યાયમાં તો સંસારના સુખની મર્યાદા આવી ગઈ. અનુત્તર વિમાનનું સુખટોચ કક્ષાનું છે. પણ સાધુનું સુખ તો એનાથી પણ આગળ જાય છે. એની
.કહે કલાપૂર્ણસૂરિ
૧૩૮ ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org