________________
શુરુ, ૧૩-૮-૯૯, શ્રા. સુદ-૨.
એરપોર્ટવાળાનો આ જ ધંધો...! જેને જ્યાં જવું હોય ત્યાંની ટિકિટ આપી ત્યાં પહોંચાડે ! તીર્થંકરોનો આ જ વ્યવસાય : જેને મોક્ષમાં જવું હોય તેની જવાબદારી
અમારી !
એર – સર્વિસની ટિકિટમાટે પૈસા જોઈએ. અહીં પૈસાનો ત્યાગ જોઈએ. અરે, ઈચ્છામાત્રનો પણ ત્યાગ જોઈએ...!
જેમ અત્યારે ટ્રેનોના સંઘ નીકળે છે ને ? ટિકિટ આદિની વ્યવસ્થા સંઘપતિ તરફથી...! મિલાપચંદજી મદ્રાસવાળાએ એક હજાર માણસોને ટ્રેનથી સમ્મેતશિખરજી આદિની યાત્રા કરાવેલી. દોઢ ક્રોડનો ખર્ચ થયેલો. અહીં પણ આવું જ છે ઃ બધી જ જવાબદારી ભગવાનની છે.
* ભગવાનનું શાસન આપણને સહનશીલ, સાધનાશીલ અને સહાયશીલ બનાવે છે. જેનામાં આ ત્રણ ગુણ હોય તેને જ સાધક કહેવાય.
સાધુને પ્રતિકૂળતામાં વધુ સુખ લાગે. સંસારીથી ઉલ્ટું ‘થવા દુઃવું મુશ્વત્વેન’ દુઃખ જ્યારે સુખરૂપ લાગે ત્યારે જ સાધનાનો જન્મ થયો ગણાય.
* સન્નિપાતવાળાને તમે દવા આપવા જાવ ને એ તમને લાફો પણ મારી દે છતાં તમે તેના પર ગુસ્સો નહિ કરતાં તેની દયા જ ચિંતવો છો, તેમ સમ્યગ્દષ્ટિ અપરાધી પર પણ દયા ચિંતવે છે... ગુસ્સાની તો વાત જ ક્યાં ? બિચારો કર્માધીન છે...! એનો દોષ નથી...! આ તો કરુણાપાત્ર છે, ક્રોધપાત્ર નહિ..!
કહે કલાપૂર્ણસૂરિ ....
Jain Education International
For Private & Personal Use Only
... ૧૭૭
www.jainelibrary.org