________________
પુરુષાર્થ જો આ બાજુ સાધનાના માર્ગે કરવામાં આવે તો...?
પ્રશ્ન થઈ શકેઃ સંસારની જેમ ઈચ્છા છે, તેમ મોક્ષની પણ ઈચ્છા છે. તો ફરક શો પડ્યો?
અમે કહીએ છીએ : તમે મોક્ષ શું છે? એ જ સમજ્યા નથી. મોક્ષ એટલે જ ઈચ્છાનો ત્યાગ! બધા જ પ્રકારની ઈચ્છાઓ ટળે પછી જ મોક્ષ મળે.
ઈચ્છા અને મોક્ષ? બન્ને પરસ્પર વિરોધી છે. હા, બહુ બહુ તો તમારી ભાષામાં આટલું કહી શકાય? મોક્ષ એટલે ઇચ્છારહિત બનવાની ઈચ્છા ! જો કે, પછી તો ઈચ્છારહિત બનવાની ઈચ્છા પણ છોડવી પડે છે.
અસદ્ ઈચ્છાને જીતવા સદ્ ઈચ્છા જોઈએ જ. દીક્ષા લઈને ભણવાની, તપ કરવાની કે સાધનાની ઈચ્છા તો હોવી જ જોઈએ. પ્રશ્નઃ સાધુ આટલા કષ્ટ સહે તો તેમને અનુભૂતિનું, આત્મિક સુખ, અનારોપિત સુખ કેવું હોય? કેટલું હોય? ઉત્તર : સંસારનું સુખ આરોપિત છે. કોઈપણ વસ્તુમાં ઈષ્ટ-અનિષ્ટની કલ્પના અવિદ્યાજન્ય છે. ખરેખર કોઈપણ વસ્તુ સુખ કે દુઃખ આપનાર નથી. આપણી અવિદ્યા ત્યાં સુખ કે દુઃખનું આરોપણ કરે છે. આને આરોપિત સુખ કહેવાય.
આ દૃષ્ટિએ સાતા વેદનીયજન્ય સુખ પણ, જ્ઞાનીની નજરે સુખ નથી, પણ દુઃખનું જ બીજું સ્વરૂપ છે.
જે તમને અવ્યાબાધ આત્મિક સુખથી અટકાવે તે સુખને (વેદનીયજન્ય સુખને) સારું કઈ રીતે ગણી શકાય?
તમારા ક્રોડ રૂપિયા દબાવીને કોઈ માત્ર ૫-૧૦ રૂપિયા આપીને તમને રાજી કરવા મથે તો તમે રાજી થાવ? અહીં આપણે વેદનીય કર્મે આપેલા સુખથી રાજી થઈ રહ્યા છીએ! જ્ઞાનીઓની નજરે આપણે ઘણા દયનીય છીએ.
સાધુનું સુખ અનારોપિત હોય.
આવું સુખકેટલુંહોયતે ભગવતીમાં વર્ણવેલું છે. એક વર્ષમાંતો અનુત્તર વિમાનના દેવોના સુખને પણ ચડી જાય, તેવું સુખ સાધુ પાસે હોય છે.
કહે કલાપૂર્ણસૂરિ .....
••• ૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.jainelib