________________
અઢારેય પાપ છોડનાને પુણ્યશાળી કહેવાયકે પાપી? આ પુણ્યોદયકે પાપોદય? હરિભદ્રસૂરિ પ્રશ્નને મૂળમાંથી પકડે છેઃ પુણ્ય શું? પાપ શું? અસંકલેશ એટલે પુણ્ય. સંકલેશ એટલે પાપ. સ્વાભાવિક છે કે ગૃહસ્થો પાસે ગમે તેટલી સમૃદ્ધિ હોય, છતાં સંકલેશ ન હોય એવું ન જ બને. વધુ સમૃદ્ધિ તેમ વધુ સંકલેશ! જ્યાં સંકલેશ હોય, આસક્તિ હોય, ત્યાં પુણ્યોદયકેવો?
સામગ્રીમાં આસક્તિ હોય તો સમજવું: પાપાનુબંધી પુણ્ય. ચક્રવર્તી બ્રહ્મદત્તની પુણ્યાઈ કેટલી હતી? સમૃદ્ધિ કેટલી હતી? પણ આસક્તિ કેટલી હતી? એ આસક્તિ એને ક્યાં લઈ ગઈ? ૭મી નરકે! પરસ્પૃહી મદઉં, નિઃસ્પૃહત્ત્વ મહાસુમ્' સુખ અને દુઃખથી આ સીધી - સરળ વ્યાખ્યા છે.
ઈચ્છાથી મળતી વસ્તુ દુઃખ જ આપે. ઈચ્છા વિના સહજરૂપે મળી જાય તેમાં નિર્દોષ (અનાસક્ત) આનંદ હોય.
સંસારની પ્રાપ્તિ ઈચ્છા દ્વારા થાય છે. ઈચ્છાનો ત્યાગ કરવાથી મોક્ષ મળે છે. ખરેખર તો ઈચ્છાનો ત્યાગ એ જ મોક્ષ
ઈચ્છા સ્વયં બંધન છે, સંસાર છે. ઈચ્છાનો ત્યાગ મોક્ષ છે.
* હમણા ૬ મહિના પહેલા નવી મુંબઈ રૂલમાં અંજનશલાકા વખતે નાના છોકરાઓએનાટક ભજવેલું ટેન્શન-ટેન્શન જેમાં બધાજ (વકીલો, ડૉક્ટરો, શ્રેષ્ઠીઓ) ટેન્શનવાળા છે, સાધુ જ ટેન્શન મુક્ત છે, એવું બતાવાયેલું
દીક્ષિતને છે કોઈટેન્શન?નોટેન્શન, નોટેન્શન, નોટેન્શન. વિષયોની ઇચ્છા પણ દુઃખદાયી હોયતો વિષયોનું સેવ શું કરે? જે વૃક્ષની છાયા પણ કષ્ટદાયી હોય તો તે વૃક્ષના ફળોની તો વાત જ શી?
નિર્ણયતમારે કરવાનો છેઃ સ્પૃહા જોઈએ કે નિઃસ્પૃહતા? એકાન્તમાં વિચારજો. આત્માને પૂછજો.
જે ટેન્શન, જે પ્રયત્ન, જે કષ્ટ તમે સંસારના માર્ગે સહો છો તેમાંનો થોડોક જ
૧૩૪ ...
........ કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org