________________
J, -૮-૯૯, અમા. વ. ૮
* જિનશાસનની જઘન્ય આરાધના પણ ૭-૮ ભવમાં મોક્ષે પહોંચાડી દે.
* શીલવાનું. સત્ત્વવાનું મહાપુરુષોના હાથે પ્રવ્રજ્યા ગ્રહણ કરવાથી દીક્ષા નિર્વિદને પળાય છે. એ મહાપુરુષ આપણને ભગવાન સાથે જોડી આપે છે.
* ભગવાનની ભક્તિ ચારિત્રાવરણીય કર્મને તોડનારી છે, એવો આપણને સૌને અનુભવ છે.
* સમ્યગદર્શન અને સમ્યગ્રજ્ઞાન હોય ત્યાં વહેલું – મો સમ્યક ચારિત્ર આવે જ. સમ્યક ચારિત્ર આવે તો જ સમ્યગ દર્શન સમ્યગૂ જ્ઞાન સાચા કહેવાય. એની આ કસોટી છે.
જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ – અધ્યાત્મ ગીતા.
જ્ઞાનથી ચારિત્ર જુદું નથી, એ જૈનદર્શનની વિશેષતા છે. જૈનદર્શનના અનુષ્ઠાનોથી યોગ- ધ્યાન જુદા નથી કે જેથી અલગ યોગ- શિબિર કરાવવી પડે. માત્ર તેમાં રહેલા તેને પ્રગટ કરવાની જરૂર છે.
જ્ઞાનની તીક્ષ્ણતા એટલે જ્ઞાનનો તીવ્ર ઉપયોગ. જેવું જાણ્યું તેવું જ પાલન. જાણવું તેવું જ જીવવું! દા.ત. ક્રોધની કટુતા જાણી. જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે ત્યારે ક્રોધને વશ નહિ થવું. આ જ્ઞાનની તીક્ષણતા થઈ. જ્યારે જે જ્ઞાનની જરૂર હોય ત્યારે ત્યારે તે જ્ઞાન ઉપસ્થિત થઈ જાય, આચરણમાં આવી જાય તે જ્ઞાનની તીક્ષ્ણતા
૧૦૮ ...
..... કહે કલાપર્ણસરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org