________________
પ્રતિક્ષણ ઉપયોગમાં આવનારૂં !
‘“નયં વો નયં વિક્રે’” ઈત્યાદિ જાગૃતિને જણાવનારા સૂત્રો સદા નજર સામે રહે તો ક્યાંય વાંધો ન આવે. જાણેલું જ્ઞાન જીવનમાં ઊતારવાનું છે, મગજમાં સંઘરવાનું નથી.
નિશ્ચયથી સમ્યક્ત્વ ન મળે ત્યાં સુધી દેહાધ્યાસ નહિ ટળે, શરીરમાં આત્મબુદ્ધિ નહિ ટળે. અત્યારે તો આપણે શરીરમાંથી ઊંચા નથી આવતા આત્માની તો વાત
જ ક્યાં કરવી ?
ન
આવું નિશ્ચય સમ્યક્ત્વ આવ્યા પછી સર્વવિરતિનો ભાવ સતત રહે. ન રહે તો શ્રાવકપણું તો ઠીક, પણ સમ્યક્ત્વ પણ ન ટકે...!
વ્યવહારની શ્રદ્ધા વ્યવહારમાં કામ લાગે. નિશ્ચયની શ્રદ્ધા નિશ્ચયમાં કામ લાગે. વ્યવહારમાં નિષ્ણાત બન્યા પછી જ નિશ્ચયમાં જવું જોઈએ. તળાવમાં તરી તરીને નિષ્ણાત બન્યા પછી જ દરિયામાં કૂદવું જોઈએ. સીધી જ નિશ્ચયમાં છલાંગ નિશ્ચયાભાસ બની રહે, પ્રમાદ પોષક બની રહે. એવા ઘણાં દાખલા જોયા છે.
સમ્યક્ત્વ અને જ્ઞાન જ ભવાંતરમાં સાથે આવે છે, ચારિત્રનહીં. માટે જ સમ્યક્ત્વ અને જ્ઞાન ને એવા દઢ બનાવીએ કે ભવાંતરમાં પણ સાથે આવે.
આપણું જ્ઞાન યુધિષ્ઠિર જેવું ભાવિત બનેલું હોવું જોઈએ. ભીમ કે દુર્યોધન જેવો પાઠ નહિ, યુધિષ્ઠિર જેવો પાઠ જોઈએ. ક્રોધ ન કરવો – ક્ષમા રાખવી... એ પાઠ.
એક મત એવો છે કે જે ગુરુને માનતો જ નથી. આગળ વધતા ભગવાનને પણ છોડી દે છે. તેમને ક્રિયાઓ જડ લાગે. વ્યવહાર બધો તુચ્છ લાગે.
આપણું જ્ઞાન વિશ્વને જાણવા માટે... ? બીજાને જણાવવા માટે કે સ્વને જાણવા માટે છે ? જ્ઞાન બે પ્રકારના... ૧) પ્રદર્શક ૨) પ્રવર્તક પ્રદર્શક જ્ઞાન દેખાડવાનું હોય છે. પ્રવર્તકજ્ઞાન રત્નત્રયીમાં પ્રવર્તન કરાવે. તમે શા માટે જાણો છો ? બીજાને જણાવવા માટે ? તમે જ નહિ સમજ્યા હો તો બીજાને શી રીતે સમજાવી શકશો ? તમે જ જીવનમાં નહિ ઊતાર્યું હોય તો બીજાનું ભલું શી રીતે કરી શકશો ?
વક્તા બનવાનું નથી, અનુભવી બનવાનું છે. ૫૦૦ સાધુઓમાં વક્તા તો એક જ હોય. બાકીના અકિંચિત્કર... ? નહિ, સ્વાધ્યાય તપ આદિ કરનારા એ મુનિઓના દર્શનથી પણ પાપ ખપે...! સમ્યક્ત્વ વિનાનું તમારું જ્ઞાન પણ અજ્ઞાન બનશે. અને
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org