________________
જીવોની હિંસા કરીને તમે તમારા જ ભા પ્રાણોની હત્યા કરો છો. કરુણા કોમળત સમ્યગ્દર્શનના ગુણો છે. તેનો નાશ થાય છે. જેટલા અંશે અહિંસા તેટલા અંશે નિર્મળત
આવે જ.
દીક્ષા લેતાં મેં પહેલા પૂછાવ્યુંઃ મને ધ્યાન માટે ૪-૫ કલાક મળશે ? ‘તો ગુફામાં ચાલ્યા જાવ...' પૂ. ક્નકસૂરિજીનો જવાબ આવ્યો.
પરોપકાર એ સ્વોપકારથી જુદો નથી. પરોપકાર સ્વોપકાર એક જ છે. માટે જ તીર્થંકરો દેશના દ્વારા પરોપકાર કરતા રહે છે.
અહિંસા – સમ્યગ્ દર્શન
સંયમ – સમ્યગ્ જ્ઞાન
जीवाजीवे अयाणतो.... कहं सो नाहीइ संजमं ?
-
તપ – સમ્યક્ ચારિત્ર.
ઉપકરણોને જયણાપૂર્વક લેવા – મૂકવાની ક્રિયા તે અજીવ સંયમ છે. ૧૭ અસંયમને જીતવા તેનું નામ સંયમ.
(૫ ઈન્દ્રિય, ૪ કષાય, ૫ અવ્રત, ત્રણ યોગ આ ૧૭)
ત્રણ યોગ ગૃહસ્થપણામાં ધર્મપ્રવૃત્તિ કરો ત્યારે જ શુભ..... નહિ તો નહિ. અઢાર હજાર શીલાંગ – યાદ રાખવા તદ્દન સરળ છે.
એકેન્દ્રિયના પાંચ ભેદ.
બેઈ. – તેઈ. – ચઉં. - પંચે. + અજીવ = ૧૦ પ્રકારે જયણા કરવાની.
-
એક દાંડો લેતાં જયણા ન કરી તો ૧૮ હજારમાંથી સીધા બે હજાર જાય.
અજીવ સાથે પણ જયણાપૂર્વક વર્તવાનું છે. પૂ. દેવેન્દ્રસરિજીને અમે જોયા છે સાંજ પડ્યે પોથી વગેરેને વીંટીને જયણાપૂર્વક મૂકી દેતા.
સાધુ આહારાદિ ૪ સંજ્ઞાનો વિજેતા હોય. સંજ્ઞા દ્વારા સંચાલિત પશુ હોય, સાધુ તં સંજ્ઞા પર નિયંત્રણ કેળવે.
૪ સંજ્ઞાથી ૧૦ને ગુણતાં ૧૦ × ૪ = ૪૦
૪૦ × ૫ ઈન્દ્રિય = ૨૦૦
૨૦૦ X ૧૦ યતિધર્મ = ૨૦૦૦ (એટલે મેં દાંડો નહિ પડિલેહતાં ૨૦૦૦ જા એમ કહેલું)
૧૨૮ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂિ
www.jainelibrary.org