________________
ગૃહસ્થો માટે આરંભ... પરપીડન એટલે હિંસા...
પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિનો ભોગ લઈને આપણે જીવીએ અને જરૂર પડે ત્યારે તેના માટે કાંઈ નહિ કરવું ? માણસનું કર્તવ્ય છે કે તે પોતાનાથી નબળાનું રક્ષણ કરે.
પ્રણિધાનનો અર્થ છે ઃ પોતાનાથી હીન જીવો પર કરુણા સાથે ભાવાર્દ્ર બનતું મન અધિક ગુણી પ્રત્યે પ્રમોદ. સર્વ જીવો સાથે મૈત્રી.
સ્વજનના સુખે તમે સુખી, દુઃખે દુઃખી થાવ છો. સ્વજનોનો સંબંધ તમે છોડતા નથી. ભગવાન કહે છે : જગતના સર્વજીવો તમારા સ્વજનો જ છે. એમની સાથે તમે સંબંધનો છેડો ફાડી શકો નહિ. મારે શું લેવા દેવા જીવો સાથે ? – એમ તમે કહી શકો નહિ. તમારી જવાબદારીથી છટકી શકો નહિ, છટકવા પ્રયત્ન કરો તો ડબ્બલ સજા મળે.
ઝીવ + અસ્તિ + જાય = નીવત્તાય.
અનંત જીવોના + અનંત પ્રદેશોનો + સમૂહ = જીવાસ્તિકાય !
આમાંથી એક પણ જીવ કે એક જીવનો એક પ્રદેશ પણ બકાત રખાય તો જીવાસ્તિકાય ન કહેવાય. એમ ભગવતી સૂત્રમાં ભગવાને કહ્યું છે.
ભગવાને કોઈને બકાત નથી રાખ્યા, આપણે બધાને બકાત રાખ્યા; આપણી જાત સિવાય.
જીવમાત્ર સાથે સ્નેહભાવ – આત્મભાવ – મૈત્રીભાવ રાખ્યા વિના ધ્યાન લાગી શકતું નથી. એ ધ્યાન નહિ, ધ્યાનાભાસ હોઈ શકે.
સર્વ જીવો સાથે આત્મતુલ્ય વર્તન કરવું, આત્મવત્ સર્વ-ભૂતેષુ –આમ જૈનેતરો પણ કથન છે.
નિર્મળતા વિના સ્થિરતા નહિ, સ્થિરતા વિના તન્મયતા નહિ.
શ્રાવક જીવનમાં ધ્યાન કરાય નહિ તેમ નહિ, પણ નિશ્ચલ ધ્યાન ન આવે, ધ્યાન અભ્યાસ જરૂર થઈ શકે. સંયમથી જ નિશ્ચલ ધ્યાન આવે. નિર્વાત દીપ જેવા ધ્યાન માટે તો સંયમ જ જોઈએ.
અહિંસાથી પર જીવો સાથેનો સંબંધ. સંયમથી સ્વ સાથેનો સંબંધ સુધરે છે.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
... ૧૨૭ www.jainelibrary.org