________________
: અધ્યાત્મસાર: ભગવાન ભક્તિથી બંધાયેલા છે. જેમ કોઈ દેવ અમુક મંત્ર કે વિદ્યાથી બંધાયેલો હોય! મંત્ર ગણીને તેને હાજર થવું જ પડે! ભક્તિ કરીને ભગવાનને હાજર થવું જ પડે.
ભગવાન ન પધારે ત્યાં સુધી દીક્ષાની વિધિનો પ્રારંભ પણ થતો નથી. સ્થાપના તીર્થકરની આ વાત છે. તો પછી ભગવાન આપણા હૃદયમાં ન આવે તો સાધનાનો પ્રારંભ શી રીતે થાય?
સ્થાપના દ્વારા કે નામદ્વારા આખરે તો આપણે ભાવ – તીર્થકરની જ સ્તુતિ કરવાની છે. પોસ્ટકાર્ડના એડ્રેસમાં તમે વ્યક્તિનું નામ લખો છો, મતલબ નામથી નથી, વ્યક્તિથી છે. અને એPc. મૂળ વ્યક્તિને પહોંચી જ જાય છે.
નામ કાંઈ ઓછી વાત નથી. તમારી ગેરહાજરીમાં પણ બેન્ક આદિમાં લેવડદેવડ તમારા નામથી જ થાય છે ને?
ભગવાન જેમ બોધિ આપે તેમ તેમની મૂર્તિ અને નામ પણ બોધિ અને સમાધિ આપે. જુઓ લોગસ્સ.
‘મારુIT-વોદિનાથં સમદિવર – મુત્તમં હિતુ ' પૂર્ણ આરોગ્ય એટલે મોક્ષ. તે બોધિ અને સમાધિથી મળે છે. માટે પ્રભો! મને બોધિ અને સમાધિ આપો.
આ ગણધરોની સ્તુતિ છે.
ભગવાનની ભક્તિથી દિવસે – દિવસે ચારિત્રાવરણીય કર્મ કપાય છે ને પછી એક દિવસ આત્માનુભૂતિ થાય છે. - આથી જ સાચો ભક્ત ભગવાનને કદી ભૂલતો નથી. નિશદિન સૂતાં જાગતાં, હૈડાથી ન રહે દૂર રે;
જબ ઉપકાર સંભારીએ, તબ ઉપજે આનંદ પૂરરે...”- પૂ. યશોવિજયજી ભક્તિ દ્વારા ધર્મનો અનુબંધ પડે છે, જેથી તે ભવાંતર પણ સાથે ચાલે છે.
ક્ષયોપશમભાવની શુદ્ધિ વૃદ્ધિ દિન - પ્રતિદિન થતી રહે છે. વચ્ચે જો તૂટી જાય તો? ૧૦ દિવસ વેપાર બંધ રાખો તો?
સતત ધર્મ કરવો જોઈએ; જો એને શુદ્ધ અને સાનુબંધ બનાવવો હોય. ધર્મનો સાતત્ય-ભાવ જ એમાં મુખ્ય અંગ છે, એમ પંચસૂત્રમાં લખ્યું છે. કદી ભક્તિની ધારા તોડો નહિ.
માંદગી વખતે (મદ્રાસમાં) મારી ભક્તિની ધારા તૂટી ગયેલી. ફરી તેવા ભાવ જગાવતાં છ મહિના લાગેલા.
૧૧૮ ...
... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org