________________
પ્રાણ હીન કલેવરની કિંમતનથી તેમ કલેવરવિના પ્રાણો પણ રહી શક્તા નથી. વ્યવહાર જ નિશ્ચયને પ્રાપ્ત કરાવે છે. નિશ્ચયનું કારણ બને તે જ વ્યવહાર, વ્યવહારની સાપેક્ષતા જાળવી રાખે તે જ નિશ્ચય.
દીક્ષા - વિધિ વખતે કદાચ ચારિત્રના પરિણામ ઉત્પન્ન ન પણ થાય, પરંતુ તોય દીક્ષા-વિધિ નિષ્ફળ નથી. કારણ કે પછી પણ પરિણામ જાગી શકે છે. ન જાગે તો પણ દીક્ષાદાતા દોષિત નથી. તેમણે તો વિધિની જ આરાધના કરી છે. કદાચ એવું પણ બને; દીક્ષા પછી તે ઘેર જાય, તોય દીક્ષા-દાતા નિર્દોષ છે.
ભગવાન મહાવીરના હાથે દીક્ષિત નંદિષણ જેવા પણ ઘેર ગયા છે. ભગવાન જાણતા હતા છતાંય દીક્ષા આપી. અલબત્ત, નંદિષણના અતિઆગ્રહથી જ. વેશ્યાના ઘેર ૧૨ વર્ષ રહ્યા હોય ત્યાં રોજ ૧૦ને પ્રતિબોધ આપતા. ૧૨ વર્ષમાં લગભગ ૪૨ હજાર સર્વવિરતિધરો શાસનને આપ્યા. આ પણ ફાયદો જ થયો ને શાસનને?
દીક્ષા આપતી વખતે ગુરુનો આશય “એ સંસાર- સાગરથી પાર ઉતરે, મોહની જાળમાંથી છૂટે, એની મોક્ષયાત્રામાં હું સહાયક બનું.” એવો હોય.
“દોષ લાગશે, મૃષાવાદ લાગશે એવા ભયથી આચાર્ય દીક્ષા આપવાનું બંધ કરે તો શું થાય? શાસન અટકી પડે. - ભરતાદિને ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન થયું તેમાં પર્વજન્મની આરાધના કારણ છે. ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન થયું એ બરાબર, પણ ગૃહસ્થપણું એક્વળજ્ઞાનનું કારણ નથી. કારણ તો પૂર્વભવની સાધુતાની સાધના જ છે, એમની પાટ પર૮ રાજાઓને આરીસાભુવનમાં કેવલ્ય થયું, ત્યાં પણ તેની પૂર્વભવની સાધના જ કારણ હતી, એમ સમજવું.
તમને દીક્ષા - વિધિ એટલા માટે બતાવીએ છીએ. જોતા-જાતાં સાંભળતાંસાંભળતાં તમને પણ દીક્ષાનો ભાવ જાગે. - સાધુની પ્રસન્નતા જોઈ તમને કાંઈ લાગતું નથી ? મહારાજ કેવા પ્રસન્ન રહે છે! સાચે જ સાચું સુખ અહીં જ છે. માટે અહીં જ આવવા જેવું છે!
અચાત્મસાર : ભક્તિ (- સમ્યગદર્શન), સમ્યક્ જ્ઞાન, સમ્યક ચારિત્ર આપે ને અંતે મુક્તિ આપે છે. નવકાર અને લોગસ્સ આ બે જિનશાસનના પ્રસિદ્ધ ભક્તિસૂત્રો છે, એમ ૧૨૦ ...
... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org