________________
સુધી તો “આ વૃદ્ધ મુનિ છે. એવું જ માની બેઠેલા.
* દેવવંદન - ચેત્યવંદનાદિ વિના દીક્ષા-વિધિ થતી નથી. એનો અર્થ એ કે ભક્તિમાર્ગ એ જ વિરતિનું પ્રવેશદ્વાર છે.
દીક્ષા જીવનમાં વારસક્ઝાય જ્ઞાનયોગમાટે, સાતવારચૈત્યવંદન ભક્તિયોગ માટે છે, તે જ્ઞાનથી ભક્તિ મહાન છે, તેમ જણાવે છે. પ્રશ્નઃ “સુંદર મજાની સામગ્રી ઋદ્ધિ - સમૃદ્ધિ હોવા છતાં પાપોદયનાકારણે તે છોડવાનું મન થયું. પૂર્વભવમાં દાન ન આપ્યું તે જ કારણે આ ભવમાં ઘેર-ઘેર ભિક્ષા જવું પડે છે, એમ કેટલાક માને છે – તે અંગે આપ શું કહો છો?
(સં. ૨૦૧૭, રાજકોટ, દિગંબર પંડિત, કાનજી ભક્તોએ બોલાવેલો. પરાસ્ત કરવા માટે અમારી આવ્યો. પંડિતાઈ પ્રદર્શિત કરતાં કહ્યું માપ રે રમે હૈ.' તે વખતે હું કાંઈ બોલ્યો નહિ, પણ નક્કી ક્યુંકેન્યાયનો અભ્યાસક્યવિના હવે રહેવુંનથી.)
“ક્યાંય ઠેકાણું નહિ! રખડવાનુ જ લલાટે લખાયેલું! આમાં ક્યાં ધર્મ થાય? રહેવા, ખાવા-પીવા વગેરેની વ્યવસ્થામાંથી ઉંચા અવાય તો ધર્મધ્યાન થાયને? કપડા - મકાન તો ઠીક, ઉચિત સમયે ભોજન પણ ન મળે. આવી સ્થિતિ પાપના ઉદય વિના ન જ આવી શકે ને? માટે ગૃહસ્થપણામાં રહીને જ પરોપકારના કામ થતા રહે તે જ સાચો ધર્મ' આ છે એક અન્યનો મત. ઉત્તર : તમે “પાપના ઉદયથી દીક્ષા મળે છે.” એમ કહો છો. અમે પૂછીએ છીએ? “પુણ્ય – પાપ એટલે શું?” “ભોગવતાં સંકલેશ થાય તે પાપ, સાતા રહે તે પુણ્ય.” એ જ સાચું લક્ષણ છે. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી જ ગૃહસ્થત્વનો ત્યાગ થાય. પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય તે જ સંસાર છોડી શકે.”
પુણ્ય – પાપની સંક્લેશ – અસંકલેશરૂપ આ વ્યાખ્યા કરી. હવે વિચારો વધુ સંકલેશતો ગૃહસ્થપણામાં છે. સાધુને સંકલેશનો અંશ પણ નથી. બહારથી સારા દેખાતા મોટા પુંજીપતિઓ અંદરથી કેટલા દુઃખી હોય છે, તે તમે જાણો છો?
દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિએ એક પ્રશ્નના જવાબમાં કહેલું દુનિયામાં સૌથી વધુ દુઃખી હું છું. અહીં સુખ ક્યાં છે?
જોધપુરમાં એક ઘરે મુમુક્ષુપણામાં ગયેલો. એ શ્રીમંત ભાઈએ સન્માન કરીને મને શત-શત ધન્યવાદ આપીને કહ્યું તમે સાચા માર્ગો છો. અમારે તો ધંધો વધ્યો છે તેમ
૧૨૪ ...
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.