________________
ટી),
તા. પ
ક
સોમ. ૯-૮-૯૯, અષા. વદ-૧3.
* પંચ વસ્તકમાં લખેલી વિધિ (આગમની વિધિ જ લખી છે.) આપણે જોઈ. આજે પણ આ પ્રમાણે જ વિધિ ચાલે છે, એ જાણીને કેટલો આનંદ થાય? આપણી શુદ્ધ પરંપરા પર કેટલું માન જાગે?
તમારામાં ભક્તિ આવી તો તે તમને બધી જ વખતે બચાવી લેશે. જ્ઞાનમાં અહંકાર કે કદાગ્રહનહિ થવા દે. “હું કહું છું તે જ સાચું આ વિદ્વત્તાનો ગર્વ વિદ્વાનને હોઈ શકે, ભક્તને નહિ. પૂર્વ પુરુષોને યાદ કરવાથી વિદ્વત્તાનો ગર્વ દૂર થઈ શકે.
માન જૈનાચાર્ય કાલિકસૂરિ... વિશાળ ગચ્છના સ્વામી. અવિનીત શિષ્યોથી ત્રાસી ગયેલા. ભૂલો થતાં ટોકતા રહેવાથી સામેથી જવાબ આવવા લાગ્યા. આથી સંપૂર્ણ શિષ્યમંડળનો ત્યાગ કરીને શય્યાતરને, જણાવીને જતા રહ્યા. “શિષ્યો બહુ જ આગ્રહ કરેતો જજણાવવું, નહિતો નહિ – એમશય્યાતરને જણાવેલું. સાગર નામના આચાર્ય, જે તેમના જ પ્રશિષ્ય હતા, ત્યાં પહોંચી ગયા. સાગર આચાર્ય આ જાણતા નહોતા. જોરદારવાચના આપી. પછી પૂછ્યું: “વાચના કેવી લાગી?' “સરસ” પછી અંજલિમાંથી ઝતા પાણીની જેમ આપણામાં પેઢી – દરપેઢીએ જ્ઞાન ઘટતું જાય છે, તે સમજાવ્યું. તીર્થકરો પણ અભિલા પદાર્થોમાંથી અનંતમો ભાગ જ કહી શકે. તેનો અનંતમો ભાગ શિષ્ય - પ્રશિષ્યાદિ ક્રમશઃ ગ્રહણ કરતા રહે. આવા અલ્પજ્ઞાનનો અભિમાન
* પછી શિષ્ય પરિવાર આવતાં સાગરાચાર્યને ખબર પડતાં પગે પડી ખમાવ્યા. ત્યાં કહે કલાપૂર્ણસૂરિ .....
... ૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org