________________
fd, ૮-૮-૯૯, અષા. વદ-૧૨.
* સાધુ ધર્મની પરિભાવના કરે તે શ્રાવક...! એના યોગે જ એનું શ્રાવકપણું ટકે. એ દ્વારા જ એનામાં દીક્ષાયોગ્ય ૧૬ ગુણો પ્રગટે.
* પુરુષાર્થ જીવનો... અનુગ્રહ ભગવાનનો...! ખૂટતા ગુણો ભગવાનના અનુગ્રહથી મળે.
* ચૈત્યવંદનાદિ વિધિ, જે દીક્ષા વખતે કરાય છે, તેનામાં એવી શક્તિ છે કે જેથી વિરતિના પરિણામ જાગે અને ટકે. જે ચૈત્યવંદનમાં ત્યારે આવી શક્તિ હોય તે ચૈત્યવંદનમાં અત્યારે કાંઈ જ શક્તિ ન હોય એવું બને જ શી રીતે ?
ચૈત્યવંદન એના એ જ છે...!
દીક્ષા લઈને એવા જ પરિણામ હંમેશ માટે રહેતા હોય તો કોઈ શાસ્ત્રાદિ રચનાની કે ઉપદેશની જરૂર જ ન પડત, પણ પરિણામોમાં વધ – ઘટ થઈ શકે છે. માટે જ આ બધો પ્રયત્ન છે.
માટે જ સિંહ + શિયાળની ચતુર્થંગી બતાવી છે.
પરિણતિ જીવોની આવી હોવાથી જ આ બધું બતાવ્યું છે.
* વ્યવહાર છોડો તો તીર્થ જાય.
નિશ્ચય છોડો તો તત્ત્વ જાય. તીર્થ કલેવર છે ઃ તત્ત્વ પ્રાણ છે.
કહે કલાપૂર્ણસૂરિ ....
Jain Education International
For Private & Personal Use Only
૧૧૯
www.jainelibrary.org