SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ fd, ૮-૮-૯૯, અષા. વદ-૧૨. * સાધુ ધર્મની પરિભાવના કરે તે શ્રાવક...! એના યોગે જ એનું શ્રાવકપણું ટકે. એ દ્વારા જ એનામાં દીક્ષાયોગ્ય ૧૬ ગુણો પ્રગટે. * પુરુષાર્થ જીવનો... અનુગ્રહ ભગવાનનો...! ખૂટતા ગુણો ભગવાનના અનુગ્રહથી મળે. * ચૈત્યવંદનાદિ વિધિ, જે દીક્ષા વખતે કરાય છે, તેનામાં એવી શક્તિ છે કે જેથી વિરતિના પરિણામ જાગે અને ટકે. જે ચૈત્યવંદનમાં ત્યારે આવી શક્તિ હોય તે ચૈત્યવંદનમાં અત્યારે કાંઈ જ શક્તિ ન હોય એવું બને જ શી રીતે ? ચૈત્યવંદન એના એ જ છે...! દીક્ષા લઈને એવા જ પરિણામ હંમેશ માટે રહેતા હોય તો કોઈ શાસ્ત્રાદિ રચનાની કે ઉપદેશની જરૂર જ ન પડત, પણ પરિણામોમાં વધ – ઘટ થઈ શકે છે. માટે જ આ બધો પ્રયત્ન છે. માટે જ સિંહ + શિયાળની ચતુર્થંગી બતાવી છે. પરિણતિ જીવોની આવી હોવાથી જ આ બધું બતાવ્યું છે. * વ્યવહાર છોડો તો તીર્થ જાય. નિશ્ચય છોડો તો તત્ત્વ જાય. તીર્થ કલેવર છે ઃ તત્ત્વ પ્રાણ છે. કહે કલાપૂર્ણસૂરિ .... Jain Education International For Private & Personal Use Only ૧૧૯ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy