________________
પછી સ્કૂલમાં કોણ તાલીમ ન લે?
* જૈનકુળમાં જન્મ મળે એટલે સંયમ મળે જ એવું નથી. અત્યારે એક ક્રોડ જૈન હોય તો સંયમી કેટલા? ૧૦,૦૦૦. બરાબરને? ૯૯ લાખ. ૯૦ હજાર બાકાત થઈગયા. આમાં આત્મજ્ઞાની કેટલા? યોગસાકાર કહે છે: દ્વિત્રાઃ બે – ત્રણ મળી જાય તોય ભયો ભયો !
કેટલું દુર્લભ છે આત્મજ્ઞાન?
આ બે - ત્રણમાં આપણો નંબર લગાડવાનો છે. નિરાશ થઈને સાધના છોડી દેવાની નથી. લોટરીના ઈનામ તો ૨-૪ને જ લાગે, પણ બાકીનાય આશા તો રાખેને?
* સાધુએ સંસારની નિર્ગુણતા વારંવાર ચિંતવવી જોઈએ. એ વૈરાગ્યનો ઉપાય છે ને તેનાથી જ વૈરાગ્ય ટકે છે. વૈરાગ્યથી જ વિરતિ ટકે છે. પ્રશ્નઃ ભાવથી વિરતિનો પરિણામ એ જ મહત્ત્વની વાત છે. તો તે માટે જ પ્રયત્ન કરવો જોઈએ. વિધિની કડાકૂટ શા માટે? વિધિ-વિધાન વિના પણ મરુદેવી – ભરત મહારાજા વગેરેને ચારિત્રના પરિણામ આવી ગયા હતા. કેવળજ્ઞાન ચારિત્રના પરિણામ વિના તો ન જ થાયને? તેઓ વિધિ - બિધિ કાંઈ કરવા નહોતા ગયા. બીજું, વિધિ બધી કરી, છતાં વિરતિના પરિણામ જરાયન આવ્યા, એવા પણ અનેક ઉદાહરણો છે, જેમકે અંગારમર્દક વિનયરત્ન વગેરે
માનોશિષ્યમાં વિરતિના પરિણામ પહેલા જ ઉત્પન્ન થઈ ગયા છે, તો વિધિ - વિધાનની જરૂર શી? અને પરિણામ નથી થયા તો બધું જૂઠું છે. મૃષાવાદનો દોષ લાગે. ન હોય છતાં કહેવું તે જુદું જ ને? ઉત્તરઃ વિરતિનું પરિણામ તે જ પ્રવજ્યા તે તમારી વાત સાચી છે. પણ તેનું મુખ્ય - પુષ્ટ સાધન આ વિધિ - વિધાન છે.
સારું ખાતર વગેરે ભલે બધું જ હોવા છતાં ખેતી નિષ્ફળ ન જ જાય, એવું થોડું છે? વેપારમાં નુકશાની ન જ જાય, એવું થોડું છે? છતાં ખેતી – વેપાર કોઈ બંધ કરે છે? મોટા ભાગે આ વિધિ-વિધાન વિરતિના પરિણામ લાવવામાં સહાયક બને છે.
ઓઘો લેતી વખતે કેટલો આનંદ – ઉમંગ હોય છે, તે અનુભવ - સિદ્ધ છે. (પ્રશ્ન: ઓઘો લેતી વખતે કેટલું નાચવું? ઉત્તરઃ થોડુંક જ. આજે તો પડી જવાય તેટલું નાચે. આ કાંઈ નૃત્યસ્ટેજ છે?)
લગ્ન પછી જેમ પતિ-પત્નીરૂપે દંપતી સમાજ –માન્ય બને છે, તેમ દીક્ષા વિધિ પછી સાધુ રૂપે સમાજ – માન્ય બને છે.
સોગંદ વિધિ લીધા પછી જ “મંત્રી કહેવાય. ૧૧૬ ...
.. કહે કલાપૂર્ણસૂરિ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org