________________
માનવમરીને માછલું થયો. ત્યાસખ્યત્વથયું. જાતિસ્મરણથી પૂર્વભવનદુષ્કતો બદલ પશ્ચાત્તાપ થયો. આ ભવન છે.
સંસ્કાર પાડો તે જન્માંતરમાં પણ સાથે આવે. કોઈવાત, વાચનાકે વ્યાખ્યાનમાં વારંવાર કરું તો સમજજો કે એના માટે સંસ્કાર પાડવા છે.
* સમાપતિ કોને નથી? T.V. જોનાર, વેપાર કરનાર, છાપા વાંચનાર – વગેરેમાં પણ સમાપત્તિ છે.
જે વિષયમાં રસ હોય ત્યાં સમાપત્તિ આવે. પણ એ આર્તધ્યાનજન્ય છે. અશુભનો અભ્યાસ અનાદિકાળનો છે. શુભ માટેના સંસ્કારો ક્યારેય નથી પડ્યા.
* યોગ કે ધ્યાન શિબિરોમાં – (વિપશ્યના શિબિરોમાં) માત્ર એકાગ્રતા પર ભાર મૂકવામાં આવે છે, નિર્મળતા પરબિસ્કૂલનહિ. નિર્મળતા વગરની એકાગ્રતાનું કોઈ મૂલ્ય નથી. એ તો બિલાડીને પણ સુલભ છે, બગલાને પણ સુલભ છે.
જેને ભાવચારિત્ર પ્રાપ્ત થયું છે તેને સમાપત્તિ સિદ્ધ થઈ છે, એમ સમજવું.
અધ્યાત્મસાર : ‘‘મર્ભિાવતિ થા...'
* પાંચ મિનિટ પણ જો તમારી આંખો – હૈયું - વગેરે ભગવાનમાં રે તો નિર્મળતા આવે, ધ્યાન સુલભ બને.
ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન આપણા બની જાય. ભગવાન જગતના છે એ બરાબર, પણ જ્યાં સુધી “મારા ભગવાન” બનતા નથી ત્યાં સુધી ભક્તને સંતોષ થતો નથી.
અંજન વખતે હું માનું છું ભગવાનનું અંજન કરનાર હું કોણ? ભગવાને મારું અંજન ક્યું પોતાનું સ્વરૂપ યાદ કરાવ્યું.
ભક્તિ એટલે ૭ રાજલોક દૂર રહેલા ભગવાનને હૃદયમાં બોલાવવાની કળા.” ચશો વિ.ના મનમાં “પેઠા' તો આપણા હૃદયમાં ન પ્રવેશી શકે? ભગવાનના પ્રવેશ વિના તો પેઠા' શબ્દ નહિ જ વાપર્યો હોય.
દૂર રહેલા ભગવાનને નજીક લાવી આપે તે ભક્તિ. ભક્તિ લોહચુંબક છે, જે ભગવાનને ખેંચી લાવે છે.
તુમ પણ અલગા રઘે કિમ સરશે? ભક્તિ ભલી આકર્ષી લેશે.....
ગગને ઊડે દૂર પડાઈ, દોરી બળે હાથે રહી આઈ....” - માનવિજય પતંગ ભલે દૂર છે; દોરી હાથમાં છે. ભગવાન ભલે દૂર છે, ભક્તિ હાથમાં છે. દોરી હાથમાં છે તો પતંગક્યાં જવાનો છે? ભક્તિહૃદયમાં છે તો ભગવાન ક્યાં જવાના છે?
૧૧૪ ...
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org