________________
શુક્ર, ૬-૮-૯૯, અબા. વદ. ૯+૧૦.
* ૧૫ દુર્લભ પદાર્થોમા સંયમ - શીલ, ક્ષાયિકભાવ,કેવલ્ય અને મોક્ષ સૌથી વધુ દુર્લભ છે. જો કે, પંદરેય વસ્તુઓ ઉત્તરોત્તર વધુને વધુ દુર્લભ છે.
* સંયમની ભાવના આ ભવમાં નહિ તો ભવાંતરમાં તો ઉદયમાં આવે જ. શક્ય હોય તો આ જ જન્મમાં સંયમ લેવું.
* ઉત્તરોત્તર વસ્તુ મેળવો કે મેળવવાની ઈચ્છા ન રાખો તો પૂર્વ પૂર્વની ચીજો પણ ચાલી જાય.
* સમ્યકત્વના ૬૭ બોલ, સમ્યકત્વને ટકાવે પણ ખરા, ન આવેલું હોય તો લાવે પણ ખરા. તે કાર્ય પણ છે ને કારણ પણ છે.
* નફો ન વધે તો દુકાનનો અર્થ નથી, તેમ બળ, આયુષ્ય વગેરે મળ્યા પછી તેના દ્વારા સખ્યત્વાદિ ન મળે તો કોઈ અર્થ નથી.
* સમાપતિ (યોગાચાર્યોનો શબ્દ) ના ૩ કારણો: ૧) નિર્મળતા ૨) સ્થિરતા – અને ૩) તન્મયતા.
સ્વભાવરમણતા, સામાયિક, આ જૈન દર્શનના સમાપત્તિ માટેના શબ્દ છે. સં. ૨૦૨૬માં પં. ભદ્રંકર વિ. મ.ને લખ્યું રાજી થયા, નવસારીની બાજુના જલાલપુરમાં પરમ શાંતિ હતી. મહિનામાં હું પાંચ ઉપવાસ કરતો. ત્યાંના પરમ શાંત વાતાવરણમાં ધ્યાન લાગી જાતું. * અહિંસાથી..નિર્મળતા.. ઉપશમ... દર્શન. સંયમથી.. સ્થિરતા... વિવેક... જ્ઞાન.
તપથી... તન્મયતા.. સંવર... ચારિત્ર આવે. આ ત્રિપુટી બધે જ ઘટે. ૧૧૨ ..
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org