________________
આવા ગણધરો એમ માને કે, મેં મારા જ પુરુષાર્થથી દીક્ષા મેળવી, દ્વાદશાંગી બનાવી વગેરે ? નહિ, તેઓ તો ભગવાને જ બધું આપ્યું ને આપશે, એમ જ માનતા હતા. તેમણે ભગવાન પાસે પ્રાર્થના કરતાં કહ્યું: “મારુ વોદિનાબં મદિવરમુત્તમં હિંદુ' “ભગવન્! અમને આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમ પ્રકારની સમાધિ આપો.” -
ગુરુ પણ તમને પોતાના તરફથી ચારિત્રનું દાન નથી કરતા, ભગવાન તરફથી, પૂર્વાચાર્યો તરફથી આપે છે. તેઓ તો માત્ર પ્રતિનિધિ છે. માટે જ તે વખતે બોલાય છે. 'खमासमणाणं हत्थेणं'
રસોઈયો કદી અભિમાન ન કરી શકે ? મેં બધાને જમાડ્યા! શેઠે જ જમાડ્યા એમ કહે.
ગુરુ રસોઈઆ છે. શેઠ ભગવાન છે.
ગુરુશિષ્યને કહેઃ ભગવાનના પ્રભાવથી મને મળ્યું છે માટે તમે પણ ભગવાનની ભક્તિ કરજો.
ગુરુ પોતાના નહિ, ભગવાનના ભક્ત બનાવે. ભગવાન સાથે જોડી આપે તે જ સાચા ગુરુ!
... ૧૧ ૧
કહે કલાપૂર્ણસૂરિ ..... Jäin Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org