________________
કહેવાય. કોઈ વસ્તુ લેવી - મૂકવી હોય તો પુંજી – પ્રમાર્જીને લેવી – મૂકવી તે જ્ઞાનની તીક્ષ્ણતા કહેવાય. આ તીણતા એ જ ચારિત્ર! ચારિત્ર એટલે આપણે આપણા માલિક છીએ, તેવો અનુભવ કરવો, તેમ જીવવું!
જ્ઞાન એકાગ્રબને ત્યારે તે ધ્યાન થઇ જાય. જે વખતે જે વિષય હોયતેમાં એકાકાર બની જાય. ધ્યાનં - સંવિત્તિ”
- જ્ઞાનસાર એકાગ્ર થવામાં મને વાર લાગે, કોઈપણ કાર્યમાં મને વાર લાગે, પણ એકાગ્ર ન થાઉં ત્યાં સુધી છોડું નહિ.
ચિત્તની ચપળતાને ટાળનાર એકાગ્રતા પૂર્વકનું જ્ઞાન છે!
જ્ઞાનસારમાં જ્ઞાન માટે જ્ઞાનાષ્ટક, શાસ્ત્રાષ્ટક, અવિદ્યાષ્ટક, જ્ઞાનનું ફળશમાષ્ટક આ બધા અષ્ટકો બતાવેલા છે.
માર્ગનો જાણકાર પણ ચાલે નહિ ત્યાં સુધી ઈષ્ટ સ્થળે પહોચે નહિ. તેમ ગુણસ્થાનકની બધી જ પ્રકૃતિ વગેરેને જાણનારો પણ જીવનમાં ન ઉતારે તો ગુણસ્થાનોના માર્ગે આગળ વધી શકે નહિ.
જ્ઞાનમાં એકાગ્ર થવા માટે પણ વિહિત ક્રિયાઓ જોઈએ. ક્રિયાઓ છોડીને એકલા જ્ઞાનથી ન ચાલે.
* રસ્તામાં તમે વધુ વખત રોકાઈન શકો. યા તો ઉપર જાવ યા તો નીચે. નીચે નિગોદ, ઉપર મોક્ષ છે. બન્ને સ્થળે અનંત કાળ સુધી રહેવાની સગવડ છે. મનુષ્યાદિના જન્મો રસ્તા પરના સ્ટેશનો છે. સ્ટેશન પર ઘર બાંધવાની ભૂલ કરતા નહિ.
* એક તરફ ચારિત્ર અને બીજી તરફ ચિંતામણિ છે, કોણ વધે? ચારિત્ર - કેવળજ્ઞાન - મોક્ષ આપી શકે. ચિંતામણિ પાસે આવી શક્તિ નથી. આ જન્મમાં પણ ચારિત્રચિત્તની પ્રસન્નતા, સમતા, લોકો તરફથી પૂજ્યતા આપે છે, પરલોકમાં સ્વર્ગાપવર્ગ આપે છે.
ચિંતામણિ આમાંથી કશું ન આપી શકે. ચિત્તની પ્રસન્નતા તો ન આપે, હોય તોય ઝૂંટવી લે ચિંતાને વધારનાર ચિંતામણિ ક્યાં? ને ચિંતા ચૂરનાર ચારિત્ર ક્યાં?
કહે કલાપૂર્ણસૂરિ .....
... ૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org