________________
ભગવાનના ઉપકારોને યાદનકરો તો આનંદ ક્યાંથી આવે? નિગોદમાંથી બહાર કોણે કાઢયા? આટલી ભૂમિકાએ કોણે પહોંચાડ્યા? મારા હૃદયમાં એક પણ અવગુણ પેસતો નથી, એવી સ્થિતિ આપે જ આપી છે ને? ઓછો ઉપકાર છે?
ભગવાનના પ્રભાવથી એકેક ગુણ આવતા જાય તો કેટલા વધે? ૧ માંથી ૧૧, ૧૧ માંથી ૧૧૧, એમ દસ ગણું થતું જાય.
એક વિનય આવેતો? વિનય પછી વિદ્યા, વિવેક, વિરતિ વગેરે આવતા જ જાય. આને ગુણાનુબંધ કહેવાય.
કેવળજ્ઞાનથી ભગવાન વિભુ છે જ, પણ સમુદ્ધાતના ૪થા સમયે ભગવાન સાચા અર્થમાં વિભુ હોય છે, સર્વલોકવ્યાપી હોય છે. આ ચિંતનથી મનને સર્વવ્યાપી બનાવી શકાય છે. પ્રશ્નઃ નાનો પરમાણુ! તેના પર અનંત સિદ્ધોની દ્રષ્ટિ શી રીતે સમાય? ઉત્તરઃ નાચતી એક નર્તકી પર ૧૦ હજારની દૃષ્ટિ પડી શકે? શી રીતે સમાય? T.Vના માધ્યમથી તો ક્રોડોની દૃષ્ટિ પડી શકે. પદ્ગલિક દૃષ્ટિ પુદ્ગલ પર પડી શકે તો કેવળજ્ઞાનની દૃષ્ટિ શા માટે ન પહોંચે?
કહે કલાપૂર્ણસૂરિ ....
... ૧૦૭ WWW.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only