________________
-
જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન...’ – વીર વિ. મ. * કઈ એવી ચીજ છે ઃ જે પ્રભુથી ન મળે ?
ભગવાન તો બધાને આપવા તૈયાર જ છે. ભગવાનમાં કોઈ પક્ષપાત નથી, આપણે લેવામાં અપાત્ર ઠરીએ છીએ.
ગુરુ બધાને સરખું શીખવે, પણ વિનીત મેળવી શકે, અવિનીત ન મેળવી શકે. બે સિદ્ધપુત્રોનું ઉદાહરણ. ડોશીનો ઘડો ફૂટ્યો.
અવિનીત ઃ પુત્ર મરી ગયો. વિનીત : પુત્ર હમણાં જ આવશે.
અર્થઘટન કરવા માટે નિર્મળ પ્રજ્ઞા જોઈએ. ઘડો ફૂટ્યો એટલે માટી, માટીમાં મળી ગઈ અને પાણી પાણીમાં. તેમ પુત્ર પણ જન્મભૂમિમાં પાછો આવી જશે, એવું અર્થ ઘટન વિનીતે કરેલું જ્યારે અવિનીતે ‘ઘડો ફૂટ્યો’ એટલે પુત્ર મરી ગયો - એવું અર્થઘટન કરેલું. વિનીતનું અર્થ-ઘટન સાચું ઠર્યું.
ભક્તિ, જે ચીજ ન મળી હોય તે પણ આપે. પં. ભદ્રંકર વિ. આના જીવતા જાગતા ઉદાહરણ હતા. પૂ. પ્રેમ સૂ. મ.ના આટલા શિષ્યોમાં એમની પાસે જ આવી નિર્મળ પ્રજ્ઞા ક્યાંથી આવી ? નવકાર, પ્રભુ-ભક્તિ ઈત્યાદિના પ્રભાવથી...
* વિદ્યા – મંત્ર વગેરે ગુપ્ત રાખવાની ચીજ છે. આ તો આપણે એવા છીએ ઃ કામ થોડું કરીએ ને ગાજીએ ઘણા.
ભક્તિ
* પ્રભુનો પ્રેમ વધે તેટલો પુદ્ગલનો પ્રેમ ઘટે. “મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લાસિત તન-મન થાય રે; વદન અનુપમ નિરખતાં, મારા ભવભવના દુઃખ જાય રે... “दिट्ठेऽवि तुह मुहकमले, तिन्निवि नट्ठाई निरवसेसाई । નારદ વોહમાં નમંતર – વિયં પાવું ।।'' “નિશદિન સૂતાં – જાગતાં, હૈડાથી ન રહે દૂર રે; જબ ઉપકાર સંભારીયે, તબ ઉપજે આનંદ પૂર રે...’'
૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
.....
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org