________________
છે. નિર્મળતા માટે જ સવારે પહેલા ભક્તિ અને પછી માળા ગણાવું છું...
કપડાં મેલા થઇ જશે તેનો ભય છે, પણ અસદાચારથી કાયા, અસત્યાદિથી વચન, દુર્વિચારથી મન મલિન થઈ જશે, તેનો કોઈ ભય નથી !
અન્ય દર્શનીઓમાં પણ ધ્યાનની પૂર્વે નામ સંકીર્તનની ભક્તિ બહુ જ પ્રસિદ્ધ છે. ‘હરે રામ હરે કૃષ્ણ’ ધૂન ગવડાવ્યા પછી જાપ આદિમાં પ્રવેશ કરાવવામાં આવે છે. દા.ત. ગૌરાંગ ચૈતન્ય મહાપ્રભુનો સંપ્રદાય.
સ્વાધ્યાય, સ્તોત્રાદિથી વાણી પવિત્ર બને છે.
મૈત્ર્યાદિથી મન પવિત્ર બને છે.
કાયા, વચન અને મનની પવિત્રતા ક્રમશઃ હાંસલ કરવાની છે. કાયા અને વચનની પવિત્રતા મેળવ્યા વિના સીધા જ તમે મનની પવિત્રતા મેળવી ન શકો. આ ક્રમ છે. પહેલા સદાચારાદિથી શરીર પવિત્ર બનાવો. પછી સત્યાદિથી વાણી અને પછી મનનો નંબર રાખો. શૌચ - પવિત્રતા પછી જ સ્થિરતા આવે માટે...
(૧૪) પછી લખ્યું ધૈર્યમ્ - સ્થિરતા જોઈએ.
(૧૫) એ સ્થિરતા પણ દંભહીન જોઈએ. માટે લખ્યું :
સવ— સાધકનું જીવન દંભ – વિહોણું ખુલ્લા પુસ્તક જેવું હોવું જોઈએ.
(૧૬) આત્મનિગ્રહઃ વૈરાગ્યમ્ ઃ ઈન્દ્રિયોના વિષયમાં આસક્ત બનેલું મન ચંચળ બને છે. એની ચંચળતાને નાથવા વૈરાગ્ય જોઈએ.
(૧૭) વૈરાગ્ય પછી જ તમે આત્મ-નિગ્રહ કરી શકો.
(૧૮) સંસારના દોષો જોવા.
સંસાર એટલે વિષય-કષાય. પ્રત્યેક ક્ષણે વિષય-કષાયના દોષો વિચારવા. વિષયો વિષથી પણ ભયંકર છે. વિષ એક જ વાર મારે. વિષયો વાંરવાર મારે, ભાવપ્રાણની હત્યા કરે. ‘સુગર કોટેડ’ ઝેર છે. વિષય ભોગવનારને ખ્યાલ નથી આવતો. એમાં ઝેરનું દર્શન થાય તો જ વિષયો છોડી શકાય.
જ
ગમે તેટલા ભોગવવામાં આવે તો પણ વિષયો ભોગવનારને તૃપ્તિ નથી આપી શકતા. બ્રહ્મદત્તને યાદ કરો. આજે ક્યાં છે ?
કષાયને પણ ઉત્પન્ન કરનાર વિષયો છે. મૂળ આસક્તિ છે જીવને વિષયો પર.
૭.
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસરિ
www.eKhelibrary.org