________________
મુમુક્ષુની પરીક્ષા મુમુક્ષુની - સાધુની જીવદયાની પરિણતિ જાણવા જઘન્યથી ૬ મહિના પરીક્ષા કરે. વધુમાં વધુ બે વર્ષ સુધી. જરૂર પડે તો ૪ વર્ષ સુધી પણ પરીક્ષા કરે.
દીક્ષા - વિધિવખતે શિષ્યને ડાબી બાજુ રાખે. દિક્ષાવિધિ વખતે સૂત્રોનું શુદ્ધતાપૂર્વક ઉચ્ચારણ થવું જોઈએ. રજોહરણ એટલે?
हरइ रयं जीवाणं बझं अब्भंतरं च जं तेणं । रयहरणंति पवुच्चइ कारणकजोवयाराओ ।। हरति रजो जीवानां बाह्यम् आभ्यंतरं च यत् तेन । रजोहरणमिति प्रोच्यते कारणे कार्योपचारात् ।।
પંચવસ્તક ગાથા-૧૩૨ જેનાથી બાહ્ય અને અભ્યાંતર રજ નું હરણ કરાય તે રજોહરણ કહેવાય. અત્યંતર કર્મરજ દૂર કરવાનું ઓઘો કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી તેને રજોહરણ કહેવાય.
દીક્ષા વખતે ચૈત્યવંદનાદિ જરૂરી છે. તે ભક્તિયોગ છે. પ્રભુની ભક્તિથી ઉત્તમ ભાવો ટકે છે. ન હોય તો જાગે છે.
દિક્ષા પછી પણ તરત મંદિરમાં નૂતનમુનિને લઈ જવામાં આવે છે. પશ્ચિમમાં ઇશાનખૂણે માળા ગણાવવામાં આવે છે. પછી પણ રોજ કમસેકમસાતવાર ચૈત્યવંદન હોય છે. આ બધું જ ભક્તિયોગની પ્રધાનતા દર્શાવે છે.
મોટા સંઘોમાં પોલીસ આદિ જોઈએ ને? તેમ અહીં દીક્ષા-વિધિમાં પણ શાસનદેવતા આદિને યાદ કરવામાં આવે છે.
અધ્યાત્મસાર : भक्तिर्भगवति धार्या
* જગતમાં સ્વાર્થથી ભક્તિ ઘણાની કરી, પણ હવે પ્રભુની નિઃસ્વાર્થ ભક્તિ કરવાની છે. પૂનમિયા, મહુડી, નાકોડા-ભેરૂ વગેરેના ભક્તોને ખાસ સૂચનાકે અપેક્ષા જેટલી છોડશો તેટલુ વધુ મળશે. તમે માંગી – માંગીને કેટલું માંગવાના? હકીકત એ છે કે શું માંગવું? એ પણ આપણને ખબર નથી. ભગવાન, નહિમાંગવા છતાં આપનારા
ga Oh, ... કહે કલાપૂર્ણસૂરિ,
For Private & Personal Use Only
Jain Education International
www.ja nelibrary.org