________________
* કાયોત્સર્ગ સંયમમાં સહાયક બનતો મહાન યોગ છે, એને કરવાનો હોય, પારવાનો હોય નહિ, છતાં અહીં એટલે પારવાનો છે કે એના પછીની વિધિ કરવાની છે, માટે કોઈ ‘એક નવકારનો કાઉસગ્ગ, થોય સાંભળીને પારજો.’ એમ બોલે તેમાં કોઈ જ દોષ નથી. કાઉસ્સગ્ગ કરવાની વિધિ છે તેમ પારવાની પણ વિધિ જ છે; ઉલ્ટું, ન પારીએ તો દોષ લાગે.
ગુરુ શ્વાસ રોકીને શિષ્યનો ત્રણ ચપટીએ અખંડ લોચ કરે, અહીં ચપટી માટે ‘મા – અષ્ટા’ શબ્દનો પ્રયોગ થયેલો છે.
* પ્રતિક્રમણ – ચૈત્યવંદન તો મહાન યોગ છે. એ વખતે વાતો તો કરાય જ શી રીતે? યોગક્રિયાનું આ કેટલું મોટું અપમાન છે ? વાતો તો ઠીક, ઉપયોગ પણ બીજે ન જોઈએ, બેઠા – બેઠા પ્રતિક્રમણ કર્યું, વાતો કરી, ઉપયોગ ન રાખ્યો તો આપણે ર્યુંશું? આ યોગ પણ શુદ્ધતાથી ન થાય તો બીજા યોગ શું કરવાના આપણે ?
શશીકાંતભાઈને આ વખતે પ્રતિક્રમણની આ મહત્તા સમજાવી. ગણધરો માટે પણ જે ફરજિયાત છે, તે તમારા જરૂરી નહિ ? પ્રતિક્રમણ છોડીને તમે બીજા કોઈ ધ્યાન-યોગ કરી શકો નહિ, બીજા ટાઈમે ભલે કરો, પણ આ ટાઈમ તો પ્રતિક્રમણ માટેનો જ છે. એને ગૌણ બનાવી શકાય નહિ.
* શ્રુતજ્ઞાન અને જિન બન્ને એકરૂપે છે, એમ પુક્ષરવરદી. સૂત્રમાં જણાય છે. શ્રુતજ્ઞાનની સ્તુતિ હોવા છતાં પ્રારંભમાં ભગવાનની સ્તુતિ શા માટે ? આવા પ્રશ્નના જવાબમાં નિર્યુક્તિકાર કહે છે ઃ ભગવાન અને શ્રુતજ્ઞાન અલગ નથી, બન્ને એક જ છે. ‘‘જિનવર જિનાગમ એકરૂપે, સેવંતા ન પડો ભવકૂપે,'' એમ વીર વિ. એ એટલે જ કહ્યું છે.
ભગવાન માટે જે દ્રવ્યશ્રુત છે (બોલાયેલા કે લખાયેલા શબ્દો દ્રવ્યશ્રુત છે.) તે આપણા ભાવશ્રુતનું કારણ બની શકે છે.
ભગવાનનું નામ છે ત્યાં ભગવાન છે. ભગવાનની મૂર્તિ છે, ભગવાનના આગમ છે, ત્યાં ભગવાન છે. ક્યાં નથી ભગવાન ? ક્યારે નથી ભગવાન ? યાદ કરો ત્યારે ભગવાન હાજર છે. આપણી બધી જ વિધિઓમાં ચારે – ચાર પ્રકારના (નામાદિ) ીર્થંકરોની ભક્તિ સમાવિષ્ટ છે.
નમુન્થુણંમાં ‘ને ઞ ઞઞા.’ માં ત્રણેય કાળના તીર્થંકરોને વંદના છે.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૯૭ www.jainelibrary.org