________________
નમુત્થણ માં ભાવજિનની સ્તુતિ છે. એમાં એકાકાર બનો. તમારા માટે આ જ ધ્યાન બની જશે.
માટે જ સાધુ – સાધ્વી કે શ્રાવક – શ્રાવિકાને કોઈ અલગ યોગ શિબિરની જરૂર જ નથી. આ જ યોગ છે, આ જ ધ્યાન છે. ' - આપણી અવિધિની મોટી નુકશાની એ છે કે પરંપરા ગલત પડે. નવા આવનારને એમ જ લાગેઃ “આ તો આમ જ ચાલે. વાતો કરાય, બેસીને કરાય, ઊંઘાય, માંડલી વિના પણ કરી શકાય.” ઈત્યાદિ મિથ્યા પરંપરાનું આલંબન આપવું બહુમોટો અપરાધ
છે.
કોઈ ગુનો ર્યો હોય તો તેને માંડલી બહાર કરવામાં આવે છે પણ માંડલીથી અલગ પ્રતિક્રમણ કરીને તમે સ્વયં માંડલીથી બહાર થઈ જાવ, એ કેવું?
અધ્યાત્મસાર: “મર્ભિાવતિ થા...' ભક્તિને હૃદયમાં ધારણ કરશો તો ભગવાન સ્વયં આવી જ જશે. “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી. એટલે જ ગાયું છે.
ભગવાન મહાન છે. આપણે વામન છીએ. મહાનને વામન શી રીતે ધારણ કરી શકે? ઘડો શી રીતે સાગરને પોતાનામાં સમાવી શકે ? યશ વિ. મ. કહે છેઃ “લઘુપણ હું તુમ મન નવિ માવું;
જગગુરુ તુમને દિલમાં લાવુંરે, કેહને એ દીજે શાબાશી રે,
કહો શ્રી સુવિધિ જિર્ણોદ વિમાશી રે.. પ્રભુ! હું નાનો છું, છતાં તમે મને સમાવી શક્તા નથી. તમે મોટા છો, છતાં હું તમને સમાવી શકું છું, બોલો, શાબાશી કોને આપવી? “મુજ મન અણુમાંહે ભક્તિ છે ઝાઝી..” મારું મન અણુ છે, ખૂબ જ નાનું છે, પણ એમાં ભક્તિ ઘણી મોટી છે. મારી આરાધનાની નાવડી (દરી)નો તુંનાવિક (માઝી) છે.
“અથવા થિરમાંહી અથિર ન ભાવે..” અથવા સ્થિરમાં અસ્થિર ન આવી શકે, એમ કદાચ આપ કહેતા હો તો હે પ્રભુ હું કહું છું મોટો હાથી નાના દર્પણમાં નથી આવી જતો? પણ પ્રભુ...! મને શક્તિ આપનાર આપ જ છો. જેના પ્રભાવે બુદ્ધિ મળી તેને શાબાશી અપાય.
» કહે કલાપૂર્ણસૂરિ
૯૮...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org