________________
Áô, ૧-૮-૯૯, અમા. ત. -
જૈનશાસનમાં શ્રેષ્ઠતા આજે પણ જળવાઇ રહી છે તેનું કારણ ગીતાર્થો જિનાજ્ઞા પાલન કરી રહ્યા છે, તે છે. આજ્ઞાનુસારની પ્રવૃત્તિમાં ૧૦૦% સફળતા છે, એમ નિશ્ચિત માનજો.
* મેવાડમાં ચિત્તોડગઢના વિદ્વાન તરીકે હરિભદ્ર ભટ્ટ વિખ્યાત હતા. સાધ્વીજી સ્વાધ્યાય કરતા હતા.
સૂવા માટે નહિ, સમાધિ માટે સંથારો છે. નિગોદમાં ઉંઘવાનો ધંધો ખૂબ જ ર્યો છે. અહીં જાગૃતિ માટે ઉદ્યમ કરવાનો છે. આયુષ્ય દર્ભાગ્રસ્થ જળબિંદુ જેવું છે એમ જાણતો મુનિ પ્રમત્ત શી રીતે બન્ને ? સાધુ સદા અપ્રમત્તતા માટે જ સ્વાધ્યાયમાં રમમાણ રહે. સ્વાધ્યાય કરતા સાધ્વીજીના શબ્દો હરિભદ્રના કાને અથડાયા ઃ ‘‘વઋિતુમાં પિળાં’” અર્થ ન સમજાયો. અહંને ટક્કર લાગી.
୪
જ્ઞાની ભણતો જાય તેમ તેને લાગે ઃ મારું કેટલું ઘોર અજ્ઞાન હતું ! અજ્ઞાનનું ભાન કરાવે તે જ સાચું જ્ઞાન !
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
હરિભદ્રભટ્ટ અર્થ સમજવા સાધ્વીજી પાસે ગયા ત્યારે તેમણે સાધુ મ. પાસે મોકલ્યો. ગયા. અર્થ સમજવા પ્રાર્થના કરી. એ માટે દીક્ષા લેવી પડે. દીક્ષા વિના આગમોના અર્થો અમે સમજાવતા નથી.' ગુરુની આવી વાતથી હરિભદ્ર દીક્ષા માટે તૈયાર થઈ ગયા. આવી રીતે દીક્ષિત હરિભદ્રસૂરિજીએ પંચવસ્તુક ગ્રન્થની રચના કરી છે.
For Private & Personal Use Only
૯૩
www.jainelibrary.org