________________
નથી. આ અસાર સંસારથી “આ સિવાય બીજો કોઈ હેતુ ન હોવો જોઈએ. વિનયરત્ને રાજાનું ખૂન કરવા દીક્ષા લીધેલી.
વૈરાગ્ય થોડો હોય તો ધર્મકથા દ્વારા વધારવો. દુઃખગર્ભિતને જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં પલટાવવો. સાધુના આચારો – નિયમો જણાવવા. અમારા પૂ. કનકસૂરિ મ. સ્પષ્ટ કહેતા ઃ ચા નહિ, એકાસણા કરવા જોઈશે.
દીક્ષાર્થી સચિત્ત વગેરેનો ત્યાગ કરી શકે છે ? વનસ્પતિ પર પગ મૂકે છે ? કે છોડીને જાય છે ? ખારી જમીન, પાણી વગેરે છોડે છે કે નહિ ? તેમાં અંદરની પરિણતિ હોય તો જ જયણાનો ભાવ જાગે.
આ રીતે પરીક્ષા થઈ શકે.
પ્રશ્ન ઃ કરવો છે આત્માનો અનુભવ તો વચ્ચે ભગવાનની શી જરૂર ? ઉત્તર ઃ ભગવાન સાથે સંબંધ બંધાયા વગર આત્માને જાણી શકાય નહિ.
છે.
-: અધ્યાત્મમાર :
w
શ્વેતાંબર સંઘ વ્યવહાર પ્રધાન છે. નિશ્ચય બતાવવાની ચીજ નથી, સ્વયં પ્રગટનારી
માટે શ્વેતાંબર પાસે ધ્યાન નથી, એમ નહિ માનતા, ચારિત્ર હોય ત્યાં ધ્યાન હોય જ. દેશવિરતિને અલ્પમાત્રામાં હોય.
વ્યવહાર વિના આપણે નિશ્ચય પામી શકતા નથી. વ્યવહાર કારણ છે ઃ નિશ્ચય
કાર્ય છે.
આલંબન ઉપર ચડાવે, નીચે પડતાને બચાવે.
ભગવાનનું આલંબન લઈએ તો કદી નીચે ન પડાય, ઉત્તરોત્તર વિકાસ જ થાય. જુઓ પૂ. ઉપા. મહારાજના ઉદ્ગારો ઃ
શ્રી અરજિન ભવજલનો તારુ, મુજ મન લાગે છે વા; બાહ્ય ગ્રહી જે ભવ-જલ તારે, આણે શિવપુર આરે... (૧)
૩૦... Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org