________________
શુક્ર, 30-9-૯૯, અખા. વ. ૨
* ભગવાને ૩૦ વર્ષ સુધી તીર્થને સ્થિર બનાવવા લગાતાર છ-છ કલાક સુધી સતત દેશના આપી. કારણ કે માણસનો ભૂલકણો સ્વભાવ છે. એને પુનઃ પુનઃ યાદ કરાવવા છતાં એ પુનઃ પુનઃ ભૂલી જાય છે. માટે જ પુનરાવર્તન પર આટલું મહત્ત્વ આપવામાં આવે છે..
ભણેલું કેમ ભૂલાઈ જાય છે? પુનરાવર્તન નક્કુ માટે. ભણો છો ત્યારે જ્ઞાનાવરણીય કંઈક તૂટે, પણ બાકીના સમયે શું થાય છે? જ્ઞાનાવરણીય સતત બંધાતું જ રહે છે, એથી જ આપણે ભણીએ છીએ, તેથી ભૂલીએ છીએ વધુ
દીક્ષા લીધા પહેલાના કેવા ઉત્તમ મનોરથો હતા? હવે એ કેમ ભૂલાઈ ગયા? માટે જ પાંચેય આચારોનું પાલન સતત કરવાનું છે, જ્યાં સુધી ક્ષાયિક ભાવના આવે ત્યાં સુધી. ક્ષાયોપથમિક ભાવોની તો સતત માવજત કરવી જ રહી. એ ક્યારે ચાલ્યા જાય, કાંઈ કહેવાય નહિ.
* શાસ્ત્રનું અધ્યયન ગુરુ પાસે કરવાનું મુખ્ય કારણ એ કે એના દ્વારા સ્વ-દોષો ખ્યાલમાં આવે. શાસ્ત્ર આપણી સમક્ષ અરીસો બનીને આવે છે, સ્વ-દોષદર્શન માટે.
* ભૂખ વખતે ખાવ તો ભૂખ શમી જાય. તરસ વખતે પાણી પીઓ તો તરસ શમી જાય, પણ ક્રોધ વખતે ક્રોધ કરો તો શમી જાય એવું નથી, ઉર્દુ વધે. માયા, માન, લોભ, કામ, ઈર્ષ્યા વગેરે તમામમાં એમ જ સમજવું. આ બધું મોહનીયનું ઉત્પાદન છે.
(૧૯)મો છેઃ ગુણ ભગવાનની ભક્તિઃ ભક્તિ એટલા માટે કે એન હોય તો આવેલા ગુણો સચવાય નહિ. ૮૪..
... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org