________________
આપણા તરફથી પ્રભુ પર અનુરાગ વધતો જાય તેમ તેમ પ્રભુનો અનુગ્રહ આપણા
પર વધતો જાય.
બિલાડીના બચ્ચાને મા સ્વયં પકડે છે. ભક્તને ભગવાન પકડે છે. વાંદરીના બચ્ચા માને સ્વયં પકડે છે. જ્ઞાની, ભગવાનને પકડે છે. વાંદરીના બચ્ચાને કૂદતાં નથી આવડતું, છતાં મા જેટલું કૂદે તેટલું જ એ કૂદી જાય. શા માટે ? છાતીએ વળગેલું છે માટે.
એ જ રીતે ભગવાનને આપણે પકડી લઈએ તો ? સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લઈએ તો ભગવાન આપણું બધું જ સાંભળી લે.
વાંદરીનું બચ્ચુ જ્યાં સુધી પુખ્ત નથી થતું ત્યાં સુધી માતાને છોડતું નથી. આપણી પાસે આટલી પણ સમજ નથી ? આપણે ભગવાનને શી રીતે છોડી શકીએ ?
વિ. સં. ૨૦૨૯ મનફરા – ચાતુર્માસ પ્રવેશ વખતે નાનકડા પૂર્ણચન્દ્ર વિ. ને ભોજાભાઈ કારિયાએ ખભા પર ઉપાડી લીધેલા. તેમ અમુક કક્ષા પછી ભગવાન સ્વયં ભક્તની રક્ષા કરે છે.
મદ્રાસમાં એક વખતે એવી પરિસ્થિતિ હતી કે જવાની તૈયારી ! મેં કલ્પતરુ વિ.ને કહી પણ દીધું : બસ, જાઉં છું : વોસિરે... વોસિરે મુહપત્તિના બોલ પણ બોલી શકતો નહિ.
પણ... ભગવાને મને ઊભો કરી દીધો. એક જન્મમાં બે જીવનનો અનુભવ થયો. મને તો આમાં પ્રત્યક્ષ ભગવાનની કૃપા દેખાય છે. નેલ્લોરવાળા નારાજ થઇ ગયેલા ઃ અમારી પ્રતિષ્ઠાનું શું ? મેં કહેલું ઃ ગમે તે રીતે આવીશ. પ્રતિષ્ઠા (વિ. સં. ૨૦૫૨ વૈ. સુ.)પણ થઈ.
આગમિક પદાર્થને તર્કથી ગ્રહણ કરી શકાય, યુક્તિથી નહિ, યૌક્તિક પદાર્થને તર્કથી ગ્રહણ કરી શકાય. બન્નેમાં જો ગરબડ થઈ જાય તો જ્ઞાનની સૂક્ષ્મતા નથી એમ સમજવું. ભક્તિનો આ પદાર્થ શ્રદ્ધાગમ્ય છે, અનુભવગમ્ય છે.
બિલાડીના બચ્ચાને માએ પકડી લીધું ત્યારે બચ્ચાએ શું ક્યું ? શ્રદ્ધાથી સંપૂર્ણ સમર્પણ કર્યું. જો એ સમર્પણ ન કર્યું હોત તો ? મા તરફ શંકા કરી હોત તો ? મા એને બચાવી ન શકત.
આવી શરણાગતિ જો આવી જાય આપણામાં...
પૂર્વનું વેર લેવા રાત્રે નાગરાજનું રૂપ લઈ દેવ આવ્યો. ગુરુએ શિષ્યની છાતી પર ચડી છરીથી લોહી કાઢી નાગને આપ્યું. નાગ જતો રહ્યો, શિષ્ય બચી ગયો. સવારે કહે કલાપૂર્ણસૂરિ .....
Jain Education International
For Private & Personal Use Only
૮૫
www.jainelibrary.org