________________
છીએ, એમ ન કહી શકાય ?
* નિશ્ચયથી પ્રતિપત્તિ પૂજા ૧૧-૧૨-૧૩ ગુણઠાણે હોય, પણ એનો પ્રારંભ ૪થા ગુણસ્થાનકથી થઈ શકે.
પ્રભુ – આજ્ઞાપાલનરૂપ પૂજા સૌ પ્રથમ આવવી જોઈએ, પછી પ્રતિપત્તિ પૂજા આવે. હિંસાદિ આશ્રવોનો ત્યાગ કરવો તે પ્રભુનું આજ્ઞાપાલન છે. મિથ્યાત્વ – અવિરતિ - પ્રમાદ – કષાય – યોગ – આ આશ્રવોના પાંચ દ્વાર છે. તેને રોકવા તે પ્રભુની આજ્ઞા
છે.
આશ્રવોના દ્વાર ખુલ્લા ન રખાય. દુકાનના દ્વાર એક રાત ખુલા રાખી તો જુઓ ! અનાદિકાળથી આપણે પાંચ-પાંચ દ્વાર ખુલ્લા રાખ્યા છે. લૂંટ ન થાય તો બીજું શું થાય? સંવર : આશ્રવનું પ્રતિપક્ષી છે. દરવાજે જેમ વોચમેન રાખો છો, તેમ આત્મમંદિરે સંવરના વોચમેન જોઈએ.
વિવેક જેવો કોઈ વોચમેન નથી.
વિવેક પ્રભુકૃપાથી મળે છે. હેય – ઉપાદેયની સમ્યક્ જાણકારીપૂર્વકનું જ્ઞાન સાથેનું આચરણ તે વિવેક.
* પ્રભુ-ભક્તિમાં રંગાઈ જશો, તેટલા ગુણો તમને નહિ છોડે. આ તો ચોળમજીઠનો રંગ છે. ભક્તિ ‘‘વિનયગુણ’ છે. વિનયગુણ આવે તો બીજા કયા ગુણો ન આવે ? પ્રભુ-ભક્તિ એ ઉત્કૃષ્ટ વિનય છે. સંસારના વિનયમાં આકાંક્ષા છે : કંઈક ? મેળવવાની. અહીં એ પણ નથી. સંપૂર્ણ નિરાકાંક્ષ બનીને ભક્ત ભગવાનની ભક્તિ કરે છે. એ તો ત્યાં સુધી કહી દે છે ઃ મારે એના બદલામાં મુક્તિ પણ જોઈતી નથી.
* સૂર્યના એક જ કિરણે અંધકાર ભાગે, તેમ ભગવાનની એક જ સ્તવનાથી તો શું? ભગવાનની કથાથી પણ પાપ ભાગે, એમ માનતુંગસૂરિજી કહે છે. ‘“જ્ઞાસ્તાં તવ સ્તવન.
,,
પરિચિત સ્તોત્રોમાં પણ કેટલું ભર્યું છે ? કદી વિચાર્યું?
ચૈત્યવંદન સ્તવનોમાં તમને ટાઈમ નકામો જાય છે, એમ લાગે છે ? તમે એકવાર ભક્તિનો સ્વાદ તો ચાખો. ન્યાલ થઈ જશો.
* ‘ભગવાન સાંભળી લે ખરા, પણ બોલે નહિ.’ એ વાક્ય હું હમણા બોલી ગયો તે તમે સાચું માનો છો ? ભગવાન સાંભળે છે, આપણા સ્તવનો, આપણી સંવેદનાઓ, આપણી પ્રાર્થનાઓ તે સાંભળે છે, એમ તમે માનો છો ? કે આ માત્ર ઉપચાર લાગે છે ? યાદ રાખો કે જ્યાં સુધી તમે ‘સાક્ષાત્ ભગવાન સાંભળી રહ્યા છે’ એવું નહિ માનો ત્યાં સુધી ભક્તિ કરી નહિ શકો.
૮૨ ...
Jain Education International
For Private & Personal Use Only
.....
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org