________________
તે સાનુબંધ નહિ બને, ભવાંતરમાં મળનારી નહિ બને. જૈનશાસન શા માટે જયવંતુ છે? વિનિયોગની પ્રક્રિયા ચાલુ રહી છે માટે.
નૈયાયિક પંડિતો કિલષ્ટ ભાષામાં લખે – જેથી કોઈ પોતાની વાત સમજી જ ન શકે. જ્યારે જૈનાચાર્યોએ સરળ ભાષામાં લખ્યું છે. બધા સમજે - ગ્રહણ કરે, જીવનમાં ઉતારે. આ વિનિયોગ છે. (૨૦) “પત્તિ વિતિ થા' ભગવાન પર ભક્તિ ધારણ કરવી.
આટલા ગુણો આવ્યા, હવે ભક્તિની શી જરૂર છે? ભક્તિ નહિ હોય તો આ બધા ગુણો અભિમાન પેદા કરશે. અભિમાન થયું એટલે પતનનો પ્રારંભ થયો સમજી લો. બત્રીશ – બત્રીશીમાં તો ત્યાં સુધી કહી દીધું
सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं, परमानन्द-सम्पदाम् ।। “સમગ્ર શાસ્ત્રનો સાર, મેળવ્યો મેં મથી – મથી;
પરમાનંદની પ્રાપ્તિ થાય છે પ્રભુ - ભક્તિથી.” ભગવાન બીજું કાંઈ નથી માંગતા – માત્ર સમર્પણ માંગે છે. તે પણ પોતાના માટે નહિ, ભક્ત માટે જ.
પોતાના માટે ભગવાનને નમન, પૂજન, સમર્પણ કે ભક્તિની જરૂર નથી. ભક્ત માટે આ બધું જરૂરી છે.
* સમ્યગ્દર્શનમૈત્રી અને ભક્તિના પાયા પર ઉભું છે. આનાથી મધુર પરિણામ પેદા થાય છે. એનાથી પહેલા લીંબડાની કડવાશ માત્ર હોય છે. સભ્યનું વર્ણન - જ્ઞાન - યાત્રિા િમોક્ષમા | - તત્ત્વાર્થ સૂત્ર
આ સૂત્રમાં ઉત્ક્રમથી પંચ પરમેષ્ઠી રહેલા છે.
“માર્ગથી અરિહંત, “મોક્ષથી સિદ્ધ, “ચારિત્ર'થી આચાર્ય, ‘જ્ઞાન'થી ઉપાધ્યાય, દર્શનથી સાધુ અને “સમ્યથી નમસ્કાર નિર્દિષ્ટ થયેલ છે.
* મોક્ષની અભિલાષા એટલે સિદ્ધ થવાની અભિલાષા. સિદ્ધની અભિલાષા એટલે શુદ્ધ થવાની અભિલાષા. જેટલા અંશે તમે શુદ્ધ બનો છો, તેટલા અંશે તમે સિદ્ધ બનો છો. અહીં જ તમે ક્ષણે-ક્ષણે સિદ્ધ બની રહ્યા છો.
હે - માળે કે ના સિદ્ધાંતથી આમ કહી શકાય. “મિનમા - મડે થી જેમ અત્યારે આપણે મરી રહ્યા છીએ, તેમ શુદ્ધ થતા આપણે અત્યારે જ સિદ્ધ બની રહ્યા
કહે કલાપૂર્ણસૂરિ
. ૮૧ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only