________________
વિષયોમાં કોઈ આડું આવે તો તેના પર કષાય થાય છે. जे गुणे से मूलठाणे, मूलठाणे से गुणे ।
વિષયો આત્માના નહિ, પુદ્ગલના ગુણો છે. પુદ્ગલો પર છે. પર પર આસક્તિ કરીએ તો સજા ન મળે? બીજાના મકાન પર તમારો દાવો કરો તો તમને પેલો સજા ન આપે?કેસન કરે? પુદ્ગલોનો આપણા પર કેસ ચાલુ છે, કહે છેઃ “આ જીવ મારા પર પોતાનો દાવો કરે છે. એને સજા થવી જોઈએ. ફલતઃ આપણને સજા મળી છે, મળી રહી છે ને ભાવિમાં પણ મળશે. જો આપણે પરનો કબજો નહિ છોડીએ.
તીર્થકરોનું ભલું થાઓ કે જેમણે આપણને સમજાવ્યું. આ કબજો છોડો, પર પરની તમારી માલિકી હટાવો. તો જ તમે સજામાંથી મુક્ત બની શકશો. એ વિના તમારું સંસાર પરિભ્રમણ બંધ નહિ થાય.
સંસાનો બીજો પાયો છેઃ કષાય. કસાઈ બકરાની કતલ કરે, તેમ કષાયો ચારે ગતિના જીવોની કતલ કરે છે.
કષાયના આવેશ વખતે આપણે કેવા બની જઈએ છીએ? મન - વચન-કાયા કેવા કંપવા લાગે છે? ક્યારેક તો સ્વસ્થતાપૂર્વક એ રોદ્રસ્વરૂપ જુઓ! તમને ગુસ્સા પર ગુસ્સો આવી જશે. (૬) “ચિંત્ય દ્વિવૈય'
શરીરાદિની વિરૂપતા વિચારવી.
આઠ વર્ષ પહેલા જે માણસોના શરીર જોયેલા, અત્યારે જોઈએ છીએ ત્યારે સ્વરૂપ કેટલું બદલાયેલું લાગે છે? શરીરનો આ જ સ્વભાવ છે. પળે પળે ગળવું! નષ્ટ થવું!
નશ્વર શરીર છે માટે જ અવવર તત્ત્વ પર નજર નાખો એમ જ્ઞાની કહે છે.
કહે કલાપૂર્ણસૂરિ ....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org