________________
અધ્યાત્મ સારઃ સાધકને હિશખામણ.
૨૮-૭-૯૯, બુધ, અષા. જુ. – ૧
* પૂર્વકાળમાં લખવાની જરૂર નહોતી પડતી. ગુરુદ્વારા બોલાયેલું શિષ્યને યાદ રહી જતું. લખવાની જરૂર તો બુદ્ધિ ઘટી ત્યારથી જ પડી. વધુ પુસ્તકો ઘટી ગયેલી બુદ્ધિની નિશાની છે.
* કઠણમાં કઠણ ગ્રંથો રચનાર જેને વાડ્મયમાં નવ્ય ન્યાયના પુરસ્કર્તા ઉપા. શ્રી યશોવિજયજીએ સરળમાં સરળ ગુજરાતી ગ્રન્થો પણ રચ્યા છે, એ જાણીને સાશ્ચર્ય આનંદ થાય. તર્કતીણ એમના ગ્રન્થો, એમની તીવ્ર બુદ્ધિમત્તાને તથા ભક્તિભર્યા સ્તવનો વગેરે એમના ભક્તિપૂર્ણ મધુર હદયને જણાવનારા છે. જ્ઞાનસાર એમની સાધનાની પરાકાષ્ટારૂપે જન્મેલી અનન્ય કૃતિ છે.
અધ્યાત્મસારના અંતે મહત્ત્વપૂર્ણ શિખામણ આપી છે.
વાસણમાંનું છિદ્ર જેમ અંદર રહેલા પ્રવાહીને ખાલી કરી નાખે તેમ નિંદા પણ છિદ્રનું કામ કરે છે. સાધનાનું બધું અમૃત, તે છિદ્ર દ્વારા નીકળી જાય છે.
* કૃષ્ણને સડેલી કૂતરીમાં પણ ઉજવેલ વસ્તુ દેખાય. આપણને તો ઉજ્વલમાં પણ કાલીમાના દર્શન થાય છે. દુર્યોધન મરી ગયો પણ એની આંખ આપણામાં જડાયેલી હજુ જીવે છે.
...... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org