________________
પહેલું અધ્યયન વિનય માટેનું છે. આ પરથી વિનયગુણનો મહિમા ખ્યાલમાં આવશે. એની ગુજરાતી સજ્ઝાયો પણ છે. મોટી ઉંમરના સાધુઓને અમારા વડીલો એ સજ્ઝાય શીખવતા ઃ ‘વિનય કરજો રે ચેલા...’ વગેરે...
પાલીતાણા(૨૦૩૬)માં વિનય વિષે જ્યાં જ્યાંથી કાંઈ મળ્યું તે એકઠું કરવાનો પ્રયત્ન કર્યો છે.
અસાધ્ય દર્દીને જેમ વૈદ્ય છોડી દે તેમ અવિનીતને ગુરુએ છોડી દેવા જોઈએ. અસાધ્ય કેસને હાથમાં લે તો વૈદ્યનો અપયશ થાય. દર્દી પણ હેરાન થાય. એનો ત્યાગ કરવામાં જ ભલાઈ... !
દીક્ષા આપવી એટલે જીવના કર્મરૂપી રોગની ચિકિત્સા કરવી. ગુરુને વૈદ્ય થવાનું છે. શિષ્યને દર્દી બનવાનું છે. જેને સંસાર રોગ દૂર કરવાની ઈચ્છા હોય તેને જ દીક્ષા આપવી. જે પોતાને દર્દી જ ન માને તેની ચિકિત્સા શી રીતે થઈ શકે ?
પ્રશ્ન : આ જૈનશાસનમાં તો કાંઈ જ અસાધ્ય ન હોવું જોઈએ. અહીં જો અસાધ્ય હોય તો જીવ જશે ક્યાં...?
ન
ઉત્તર : તમારી વાત સાવસાચી. જિનશાસનને કશું અસાધ્ય નથી. પણ તેના પ્રયોગ માટે તો યોગ્યતા જોઈએ ને...? સ્વયં તીર્થંકર પણ અભવ્ય કે દુર્વ્યવ્યને પ્રતિબોધ ન આપે. દેશનામાં પણ ‘હે ભવ્યો’ એમ જ કહે. ગમે તેટલા હોંશિયાર ભાગવતકાર-કથાકાર હોય પણ ભેંશોને ભેગી કરીને કથા ન કરે. ભેંશો ભલેને ગમે તેટલું માથું હલાવે, પણ સમજે કાંઈ નહિ.
મહાનિશીથનું અસાઘ્ય દર્દીનું ઉદાહરણ = સુસઢ નામના સાધુને જયણા સાથે બીયા – બારૂં...! સ્નાન સૂતકનો ય સંબંધ નહિ. માટે જ ‘કહ ચરે કહું ચિત્ઝે...?’ વગેરે જયણાનું સ્વરૂપ સૌ પ્રથમ સાધુઓને સમજાવવું જોઈએ. ઉગ્ર તપ કરે છે, પણ સુસઢ બધા જ અસંયમ સ્થાનમાં વર્તે છે.
ગુરુ : ‘હે મહાસત્ત્વશીલ ! અજ્ઞાનતા દોષના કારણે તું સંયમ – જયણા જાણતો નથી. તેના કારણે તારું આ બધું વ્યર્થ જાય છે. આલોચના લઈને બધું શુદ્ધ કર.' આલોચના શરૂ કરી, પણ જીવનમાં કોઈ જ સુધારો નહિ. સંયમ જયણા યથાયોગ્ય ર્યા નહિ. છટ્ઠ – અટ્ટમથી લઈ છ મહિના સુધી તપ કરે પણ જયણાનો ‘જ’ ન હોય.
કાર્ય કર્યું કે નહિ? તેની રાહ મૃત્યુ નથી જોતું. તે અચાનક જ આવી પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપર્ણિ
www.eKelibrary.org