________________
મૃત્યુ પામીને સામાનિક દેવ, વાસુદેવ થઈને, સાતમી નરકે ગયો. ત્યાંથી હાથી થઈને નિગોદમાં ચાલ્યો ગયો... અનંતકાળ માટે...
અઢાર હજાર શીલાંગનું સંપૂર્ણ – અખંડપણે પાલન તેનું નામ જયણા છે. એ વાત તેણે જાણી નહિ. આથી પુણ્યહીન સુસઢ નિગોદમાં ગયો. કાયકલેશ ર્યો તેનાથી અધું કાર્ય પણ જો તેણે પાણી માટે ક્યું હોત, અર્થાત્ પાણી માટે ઉપયોગ રાખ્યો હોત તો મોક્ષ થઈ જાત. પાણી – તેલ અને મૈથુન આ ત્રણ મહાદોષો છે. એ તેણે જાણ્યું નહિ. એ સાધુ પાણીનો ઉપયોગ વધારે કરતો હતો.
આ ત્રણે મહાપાપસ્થાનો છે. કારણ કે, ત્રણેયમાં અનંત જીવોનો ઉપઘાત છે. માટે પાણીમાં ગસ્થ નવ તત્થ વ” ના સૂત્રથી અનંત જીવો છે. અગ્નિને “સર્વતોભક્ષી' કહ્યો છે. તેનાથી છકાયની વિરાધના લાગે. મૈથુનમાં સંખ્યાત – અસંખ્યાત જીવોની હત્યા થાય છે. તીવ્રરાગ વિના મૈથુન થતું નથી.
આવો સાધુ પ્રથમ વ્રત પાળી શકતો નથી. પ્રથમ વ્રત ગયું તો શેષ ૪.પણ ગયા જ સમજો.
આ રીતે ઉશ્રુંખલતાપૂર્વક વર્તનારા સુસઢે બીજા માટે પણ આવી મિથ્યા પરંપરા ઉભી કરવાના નિમિત્તો પેદાક્ય. આવાભાવિમાં સ્વપ્નમાં પણ “ધર્મ' શબ્દ સાંભળવા ન મળે. અબોધિદાયક આ ત્રણનો ત્યાગ કરવો આવશ્યક છે. પ્રશ્ન: છ માસી સુધીનો ઉગ્ર તપ નિરર્થક કેમ થાય...? ઉત્તર: કાયકલેશતો ઊંટ-કૂતરા - ગધેડા - બળદ વગેરે પણ ઘણાકરે છે. પણ જયણા ક્યાં? જયણા વિનાનો બધો કાયકલેશ ફોગટ છે.
તપના પ્રભાવે દેવલોક મળી જશે કદાચ, પણ પછીનું દૃશ્ય ભયંકર હશે... નરક તિર્યંચદિ દુર્ગતિ જ મળવાની... પ્રશ્નઃ છએ કાયમાંથી ત્રણમાં જ કેમ અબોધિ થાય? ઉત્તરઃ છએ કાયમાં પાપારંભ છે જ. પણ આ ત્રણની વિરાધનાથી અનંત જીવોની વિરાધના થાય છે, તેથી મહાપાપારંભ છે. બધા સંયમ સ્થાનોમાં જયણા જ મુખ્ય છે.
કહે કલાપૂર્ણસૂરિ ........
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org