________________
ચોરી કરીને “અનંત ઋદ્ધિ હણીએ છીએ
અબ્રહ્મથી “અજન્મા સ્વભાવને હણીએ છીએ. બીજાને જન્મ આપવાથી. પરિગ્રહથી અક્ષયસ્થિતિ ગુણ હણીએ છીએ.
ક્રોધાદિ, કામાદિ, હાસ્યાદિથી દીક્ષાર્થી પર હોય. એ કૃતજ્ઞ હોય, કરેલું ન ભૂલે, બીજાનું ઋણ સ્વીકારે તે જ પરોપકારમાં પ્રવૃત્ત થઈ શકે. બીજાના નાણા લો તો ઉપકાર સ્વીકારો કે નહિ? કે લઈને બેસી જાવ? ઉપકાર ન માનો તો નગુણા” કહેવાઓ.
નાણા ધીરનારનો ઉપકાર માનતો જ્ઞાન આપનારગુનોઉપકારનહિમાનવાનો?
નિગોદમાંથી કોઈ સિદ્ધે આપણને બહાર કાઢ્યા છે. હવે જ્યાં સુધી આપણે મોક્ષમાં જઈને બીજા જીવને નિગોદમાંથી બહાર ન કાઢીએ ત્યાં સુધી એ ઋણ નહિ ઉતરે. કેટલું મોટું ઋણ છે આપણી ઉપર?
અરિહંતનું કામ છે સંસારી જીવોને મોક્ષે મોકલવાનું. અરિહંતનું કામ છે શાશ્વત સુખના ભોક્તા બનાવવાનું. મોહનું કામ છેઃ શાશ્વત સુખના ભોક્તા નહિ જ બનવા દેવાનું.
મોહનું કામ અનાદિથી છે, તેમ ધર્મનું પણ અનાદિથી છે. મોહને આધીન રહે તે સંસારમાં રહે, ધર્મને આધીન રહે તે મોક્ષ તરફ પ્રયાણ કરે. આથી જ તથાભવ્યતાના પરિપાક માટે પ્રથમ ઉપાય ચારની શરણાગતિ છે. - એકવાર પણ જો અનન્ય શરણાગતિ સ્વીકારી તો અર્ધપુદ્ગલ પરાવર્ત કાળમાં તો તમારો મોક્ષ નક્કી જ.
ભવ્યતા સમાન હોવા છતાં બધાની તથાભવ્યતા જુદી જુદી છે.
પાંચ કારણોમાં સૌથી મુખ્ય પુરુષાર્થ છે. તો એ પુરુષાર્થશરણાગતિ માટે કેળવવાનો છે. ભગવાન જ મોક્ષના ઉપાય, મોક્ષના દાતા, મોક્ષનું પુષ્ટ કારણ છે, એમ માનીને તેઓની શરણાગતી સ્વીકારવી.
ન સ્વતઃ ન પરતઃ માત્ર પરમાત્માની કૃપાથી જ મોક્ષ શક્ય બને. ગુરુની શરણાગતિ પણ અંતતોગત્વા ભગવાનની જ શરણાગતિ છે. ભગવાનને કહી દોઃ
यावन्नाप्नोमि पदवीं, परां त्वदनुभावजाम् । तावन्मयि शरण्यत्वं, मा मुञ्च शरणं श्रिते ।।
કહે કલાપૂર્ણસૂરિ ...
••. ૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org