________________
નિર્મળબુદ્ધિવાળાની વિચારધારા નિર્મળ હોય તેની વિચારધારાથીજ નિર્મળતાનો ખ્યાલ આવે. (દીક્ષાર્થીના ૧૬ ગુણો જુઓ અષા. સુ. ૭)
નિર્મળ બુદ્ધિવાળો જ માનવ - જન્મ દુર્લભતા વગેરેની વિચારણા કરે. માનવ જન્મની દુર્લભતા બીજી ગતિઓને જોવાથી જ સમજાય દેવગતિ, પુણ્ય, અને નરકગતિ- પાપ ભોગવવા માટે છે. દેવગતિમાં પણ દુર્ગતિ હોય છે, ઈર્ષ્યા – વિષાદ - અતૃમિ હોય છે. તિર્યંચગતિ તો નજર સમક્ષ દુઃખપૂર્ણ છે. હવે ધર્મની યોગ્યતા એકમાત્ર માણસ પાસે રહી.
આથી જ મોહ માણસને ફસાવવા - કંચન કામિની આદિની જાળ બિછાવે છે. પતંગીયાને દીવામાં સોનું દેખાય છે, માણસને પીળી માટીમાં સોનું દેખાય છે. સોનું માટી જ છે. તત્ત્વદ્રષ્ટાઓ માટે બન્ને એક જ છે.
તમારું જીવન સંપૂર્ણ રીતે ધન કેન્દ્રિત છે. ઘનની આસપાસ તમે ઘૂમો છો. અહીં આવો ખરા, પણ મન તો ધનમાં જ હોય. ઘણા તો અહીં આવીને કહી જાય: મહારાજ! મહારાજ મારા આ પાકિટનું ધ્યાન રાખજો.
સાધુ તમારી પાકીટનું ધ્યાન ન રાખે. કદાચ ઉપડી જાય તો નામ સાધુનું આવે. (મદ્રાસમાં એવા ઠગક્યારેક આવી જતા કે વંદન કરતાં કોઈ પાકીટ નીચે મૂકે ને તરત જ ગ એ ઉપાડીને હાલતો થાય. પેલાને ખબર જ ન પડે.)
વૈરાગ્યમાટે સંસારની નિર્ગુણતા જાણવી પડે. તે માટે આમ વિચારવું: સંયોગનો વિયોગ થવાનો જ છે. મૃત્યુ સામે જ ઉભું છે. વિષયો દુઃખદાયી છે. જો હું જીવનનો સદુપયોગ નહિ કરું તો ભયંકર પરિણામો ભોગવવા પડશે. આવી વિચારધારાથી જેણે સંસારની નિર્ગુણતા જાણી છે, તે દીક્ષામાટે યોગ્ય બને છે.
સંસાર તમને સારભૂત લાગે છે. જ્ઞાનીઓને અસાર લાગે છે. સંસાર તમને ગુણપૂર્ણ લાગે છે. જ્ઞાનીઓને નિર્ગુણ લાગે છે.
જીવનની પાંચ શક્તિઓ. ૧) અમરતા, ૨) વાણીની અમોઘતા. – વાણી જ્ઞાનની દ્યોતક છે. એટલે કે અમોઘ જ્ઞાન. ૩) આત્માનું જ્ઞાનાદિ ઐશ્વર્ય. ૪) અજન્મા સ્વભાવ. ૫) અક્ષયસ્થિતિ. તેને પાંચ અવત હણે છે.
બીજાને મારવાથી “અમરતાને હણીએ છીએ. અસત્ય બોલવાથી “અમોઘવાણી' (અમોઘ જ્ઞાન) હણીએ છીએ.
૬૦ ... Jain Education International
.. કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
For Private & Personal Use Only