________________
4, ૨૭-૭-૯૯, અ. સુ. ૧૨
બે પ્રકારના ધર્મમાંથી સાધુધર્મ જલ્દી મોક્ષપ્રદ છે. પ્રવજ્યા: પ્રકૃષ્ટ વજન - ગમન. જે જલ્દી મોક્ષમાં લઈ જાય તે પ્રવજ્યા.
દીક્ષા - ચારિત્ર મોક્ષનું પ્રકૃષ્ટ સાધન હોવાથી, તેનો સ્વીકારનાર મોક્ષમાર્ગનો પ્રવાસી કહેવાય. શ્રાવક – ધર્મને પ્રવજ્યા ન કહેવાય, પ્રવજ્યાની તૈયારી કહેવાય. પહેલા સાધુધર્મની પરિભાવના પછી પરિપાલના દેશવિરતિધર્મ, સર્વવિરતિમાટે પાળવાનો છે. દેશ - વિરતિધર જો યુવરાજ છે તો સર્વવિરતિધર મહારાજા છે. આજનો શ્રાવક આવતીકાલના મહારાજા છે.
માટેતોશ્રાવકમાટે સાધુની સામાચારી સાંભળવાનું વિધાન છે- સાધુ-સાધ્વીના તમામ આચારને શ્રાવક – શ્રાવિકા પણ જાણે. જાણવામાં ફરક નહિ પાલનમાં ફરક. આથી જ સમજી શ્રાવિકા કદી રાંધતી વખતે સાધુ માટે રસોઈન બનાવે.
* આ વિષમકાળમાં ૧૬ ગુણોવાળો દીક્ષાર્થી દુર્લભતમ છે. બીજા ગુણોને ગૌણ કરી તેમાં વૈરાગ્ય- વિનયાદિભાવ- ગુણોને પ્રધાનતા આપી દીક્ષા આપી શકાય.
મોહવૃક્ષના ઊંડા મૂળીયા વિષય-કષાય પર ટકેલા છે. માટે જ વિષય - કષાય પરનો વૈરાગ્ય સૌ પ્રથમ જોઈએ. અહીં આવીને વિષય - કષાયના તોફાનો થાય તો શાસનની ભયંકર અપભ્રાજના થાય. આજ-કાલ તો છાપાનો જમાનો! પહેલા પણ આવા બનાવો બનતા, પણ છાપે નહોતા ચડતા. ઘરમાં નથી બનતા? આજે છાપે ચડવાથી ભયંકર અપભ્રાજવાના પ્રસંગો બન્યા છે.
કહે કલાપૂર્ણસૂરિ ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org