________________
તું લાયક નથી મારા શરણ માટે.” - એમ ભગવાન કદી નહિ કહે કૃતજ્ઞતા ગુણથી જ આવી શરણાગતિ આવી શકે. કર્મનું જોર ઘણું હોય, આપણું જોર ન ચાલે ત્યારે ભગવાનનું શરણ લેવું. એમનું બળ એ જ આપણા માટે તરણોપાય છે. જે ક્ષણે તમે ભગવાનને સ્મરો છો, તે જ ક્ષણે ભગવાન તમારામાં પધારે છે. અનેક જીવો યાદ કરે છે તો ભગવાનની શક્તિ ઘટશે. ભગવાન કેટલાને તારશે? એવું નહિમાનતા.
ભગવાનનું શરણું સ્વીકાર્યું એટલે આપણી ચેતના ભગવન્મયી બની. ભગવાનની શક્તિ આપણામાં ઉતરી, વ્યાકરણમાં માખવોશિઃ કહ્યું છે. અગ્નિનું ધ્યાન ધનારો માણવક. એટલે કે માણવક સ્વયં અગ્નિ છે. અર્થાત્ માણવક અત્યારે અગ્નિના ધ્યાનમાં છે. તેમ ભગવાનનું ધ્યાન ધરનારો ખુદ ભગવાન છે.
ઉપયોગથી આપણો આત્મા અભિન્ન છે.
ઉપયોગ ભગવાન સાથે જોડાયો એટલે પત્યું. એ ઉપયોગ જ તમારું રક્ષણ કરે. છતાં કૃતજ્ઞ કદી એમ ન માને મારા ઉપયોગ મારી રક્ષા કરી. ભગવાનને જ એ રક્ષક માને.
લાઈટનું બિલ આવે, સૂર્ય, ચંદ્ર, મેઘ વગેરેએ કદી બિલ આપ્યું? આ ઉપકારી તત્ત્વોથી જ જગત ટકેલું છે.
કૃતજ્ઞ અને પરોપકારી સૂર્ય-ચન્દ્ર જેવા છે. ઉપકાર કરે છતાં માને નહિ ઋણ - મુક્તિ માટે જ પ્રયત્ન કરે. ભગવાન તો કૃતકૃત્ય છે. ઉપકારની જરૂર નથી, માટે એ જગતના જીવો પર નિઃસ્વાર્થ ભાવે ઉપકાર ક્ય કરે.
“તમેતમારા જેવા બીજાને બનાવો.” એવી જવાબદારી દરેક સાધુ-સાધ્વીજીની છે. તમે ચાલ્યા જશો અચાનક, તો અહીં કોણ સંભાળશે? દીક્ષાર્થીનો બીજો મહત્ત્વપૂર્ણ ગુણ વિનય છે. વિનયથી આજ્ઞા-પાલન આવે છે. જે કહેશો તે કરીશ, જે કહેશો તે માનીશ.” આજ્ઞાંકિતનો આવી મુદ્રાલેખ હોય છે.
કામ મળતાં વિનીતને આનંદ થાય, કામ કરીને ટેક્ષ નથી ચૂકવવાનું, આપણું કર્તવ્ય છે. જ્ઞાનથી મળે, તેના કરતાં સેવાથી ઘણું મળશે. ભણેલું ભૂલી જવાય, પણ સેવા અમર બેન્કમાં જમા થાય છે. માટે જ સેવાને અપ્રતિપાતી ગુણ કહ્યો છે.
- દીક્ષાર્થીમાં બાકીના ગુણો ઓછાવત્તા ચાલશે, પણ કૃતજ્ઞતા, વિનયમાં કોઈ બાંધછોડ નહિ.
Jain Efutation International
For Private & Personal Use Only
..... se seuy
rary.org