________________
ચાલુ રહે છે.
સારા તૈયાર થયેલા શિષ્યો જૈનશાસનની જે પ્રભાવના કરે, વિનિયોગ કરે તેનો લાભ ગુરુને મળે.
જ્ઞાનની પરિણતિ - ઉપયોગ વધતાં ગુણ સમૃદ્ધિ અચૂક વધશે જ.
વૈરાગ્યશતક વગેરે શા માટે કંઠસ્થ કરાવવાના? અમને પૂ. ક્નકસૂરિજી મ. એ આવા વૈરાગ્યવર્ધક પ્રકરણો કંઠસ્થ કરાવેલા. કુલક સંગ્રહ વગેરે પણ.
વાચના સાંભળીએ ત્યાં સુધી પરિણતિસારી, પણ પછી? કંઈક હૈયે હોય હશે તો કામ લાગે. ગુરુની ગેરહાજરીમાં આ જ (પ્રકરણગ્રંથો) કામ લાગે. તો જ આત્મા દોષથી બચે, ગુણ – સમૃદ્ધ બને. દોષો સાથે શત્રુની જેમ યુદ્ધ કરશે. ગુણોને મિત્ર માનવા પડશે. ક્ષમા - નમ્રતાદિ મજબૂત હશે તો ક્રોધાદિનહિનડી શકે. ક્રોધાદિને કાઢવા ક્ષમાદિને સાધવા પડશે. क्षमा शस्त्रं करे यस्य दुर्जनः किं करिष्यति ?
પુરાણની કથા: પાંચ પાંડવોકૃષ્ણ સાથેજય મેળવી પાછા ફરતા હતા. રસ્તામાં હિંસક પ્રાણી – ભૂતાદિવાળું જંગલ આવ્યું. આથી સૌ વારાફરતી જાગતા. સૌ પ્રથમ ભીમ જાગતો હતો ત્યારે એક રાક્ષસ આવ્યો. તે બોલ્યોઃ “બધાને ખાઈ જઈશ.” ભીમ યુદ્ધ કર’
યુદ્ધ થયું. ત્રણ પ્રહરયુદ્ધ ચાલ્યું. બીજાઓનો નંબર આવતાંતે બધાની સાથે પણ યુદ્ધ થયું. કૃષ્ણના નંબર વખતે આવેશથી વધતો રાક્ષસ જોઇને તેઓ (શ્રીકૃષ્ણ) સમજી ગયા: આ ક્રોધ પિશાચ છે.
કૃષ્ણ: ‘તમારા જેવા સાથે હું યુદ્ધ કરતો જ નથી.”
ન ગુસ્સો, ન કોઈ પ્રતિકાર! રાક્ષસની હાઈટ ઘટી ગઈ. તે મચ્છર જેટલો થઈ ગયો. કૃષ્ણ તેને પગ નીચે દબાવી દીધો.
સવારે ઉઠ્યા ત્યારે બધા ઘવાયેલા હતા. કૃષ્ણ: મેં તો એનો સામનો જ નર્યો.
ગુસ્સાનો સામનો કરીએ તો વધતો જ જાય. ગુસ્સો કરનાર કેટલો કરશે? કેટલી ગાળો આપશે? આખરે થાવાનો. આપણે ભીમ નહિ, કૃષ્ણ બનવાનું છે.
કહે કલાપૂર્ણસૂરિ .....
... ૫૫
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org