________________
–૪, ૨૩-૭-૯૯, અષા. સુદ-૧૦
* પુણ્યના પ્રકર્ષવિનાપ્રભુશાસન મળતું નથી, સદ્ગુરુમળતા નથી. સંસાના ચક્રમાંથી મુક્ત કરનાર સદ્ગ છે. ગુરુ એવું સંયમ આપે છે કે જે મુક્તિ આપે.
* ગૃહસ્થતા દ્વારા નહિ, સંયમ દ્વારા મુક્તિ મળે છે. સંયમ એટલે મુક્તિનું સર્ટિફિકેટ. સંયમની ગાડીમાં બેઠા એટલે મુક્તિનું સ્ટેશન આવશે જ. શરત એટલી જ કે તમારે વચ્ચે ક્યાંય ઉતરવાનું નહિ. વચ્ચે આકર્ષણો ઘણા છે. ગુરુકૃપા જ આકર્ષણોથી આપણને બચાવે છે.
* જ્ઞાની - ગુણી ગુરુ દ્વારા આપણને પણ જ્ઞાન તથા ગુણાદિની પ્રાપ્તિ થાય છે.
ગુરુમાં “અનુવર્તક ગુણ અતિ જરૂરી છે. તે ગુણથી જ તે આશ્રિત શિષ્યોની પ્રકૃતિ જાણી શકે. બધાની પ્રકૃતિ જુદી-જુદી છે. કારણકે બધા અલગ-અલગ ગતિમાંથી અલગ-અલગ સંસ્કારલઈને આવ્યા છે. કોઈને ભૂખ તો કોઈને તરસ વધુ હોય. અહિની વિચિત્રતાઓ પૂર્વજન્મને આધારિત છે. પ્રકૃતિને અનુરૂપમાર્ગદર્શન મળેતો ઝડપી વિકાસ શક્ય બને.
ગુરુમજબૂત શરીરવાળા પાસેથી તપ કરાવે. નબળા શરીરવાળો દેખાદેખીથી તેમ કરવા જાય તો અટકાવે. આ ગુરુ જ કરી શખે. પોતાને અનુરૂપ કરવાથી શિષ્ય પણ ઉત્સાહિત બનીને આરાધનાકરી શકે છે, મોક્ષમાર્ગમાં આગળવધવાની યોગ્યતા (વિનયવિવેક-શ્રદ્ધા – સંયમમાં સ્થિરતા આદિ રૂ૫) પ્રાપ્ત કરે છે.
કહે કલાપૂર્ણસૂરિ
...
... ૫૩ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only