________________
જ્ઞાનાદિ સંપત્તિને લૂંટનારા આ ક્રોધાદિ પિશાચો છે.
ગુણ – સંપાદન, દોષ – નિગ્રહ, આ બે કરો. દોષ – ક્ષય તો આ ભવમાં નહિ કરી શકીએ. દોષ-નિગ્રહ કે દોષ-જય કરી શકીએ તોય ઘણું. અહીંનો અભ્યાસ ભવાંતરમાં કામ લાગશે.
જેના સંસ્કાર પાડીશું તેનો અનુબંધ ચાલશે. જેને ટેકો આપશું તેનો અનુબંધ ચાલશે. કોનો અનુબંધ ચલાવવો છે ? દોષોનો અનુબંધ એટલે સંસાર. ગુણોનો અનુબંધ એટલે મોક્ષ. નક્કી તમારે કરવાનું છે. અહીં કોઈ બલાત્કાર નથી. થઈ શકે પણ નહિ. ભગવાન પણ બલાત્કારે કોઈને મોક્ષમાં લઈ જઈ શકે નહિ. જમાલિ આદિને ક્યાં લઈ જઈ શક્યા?
સમ્યક્ત્વ ભલે ન દેખાય, પણ એના શમાદિ લિંગો જરૂર દેખાય. જુઓ, શમ વિગેરે ચિહ્નો છે કે ગુસ્સો વગેરે છે ? ગુસ્સો, મોક્ષ દ્વેષ, સંસાર રાગ (નામ-કીર્તિ – સ્વર્ગાદિની ઈચ્છા) નિર્દયતા, અશ્રદ્ધા, આ બધા સમ્યક્ત્વથી બરાબર વિપરીત લક્ષણો
છે.
ઃ સમ્યક્ત્વના લક્ષણો ઃ
શમ
સંવેગ
નિર્વેદ
અનુકંપા
શ્રદ્ધા
: મિથ્યાત્વના લક્ષણો
:
ક્રોધ
મોક્ષદ્વેષ – વિભાવદશા પર પ્રેમ. સંસાર રાગ – સ્વભાવ પર દ્વેષ.
નિર્દયતા
શંકા.
સારો કાળ હોય, સતત જ્ઞાનાદિનો અભ્યાસ – સંસ્કાર હોય તો તે જ જન્મમાં મુક્તિ શિષ્યો મેળવી જાય. એનો લાભ ગુરુને મળે.
આવા સદ્ગુરુ શાસનના શણગાર છે. શિષ્યોમાં જિનશાસનનો પ્રેમ ઉભો કરીને તેઓ બહુ મોટું કાર્ય કરે છે.
વરઘોડા વિગેરે આ જ કામ કરે છે– શાસન પર અનુરાગ પેદા કરાવવાનું. ગુણાનુરાગી મધ્યસ્થ જીવોને આવો અનુરાગ પેદા થાય.
‘આ શાસન ભવ્ય છે, સુંદર છે.’ જોનારના મનમાં આવા વિચારો આવ્યા એટલે
૫૬
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org