________________
પ્રશ્ન : વળી નવી યોગ્યતા શા માટે જરૂરી ? દીક્ષા પહેલાં જ એ યોગ્યતા જોયેલી જ હતી ને ?
ઉત્તર ઃ રત્નમાં વિશિષ્ટ પાસા પાડવાથી ચમક આવે છે, તેમ શિષ્યમાં પણ આરાધનાની ચમક આવે છે. હીરો યોગ્ય હોવા છતાં પાસા પાડવામાં ન આવે તો ચમક આવતી નથી.
દીક્ષા લીધા પછી થોડો સમય અપ્રમાદ રહે પરંતુ વળી પ્રમાદ આવે. ભણવામાં, તપ વગેરેમાં. એ પ્રમાદને દૂર કરનારા ગુરુ છે. નિદ્રા સિવાય નિંદા (વિકા), વિષય – કષાય, મદ્યપાન આદિ પણ પ્રમાદ છે. એ પ્રમાદથી બચાવનારા ગુરુ છે. એમ કરનાર જ સફળ ગુરુ કહેવાય.
ભદ્ર ઘોડાનું તો બધા દમન કરે પણ તોફાની ઘોડાનું પણ દમન કરે તે ખરો સારથિ. તોફાની–પ્રમાદી શિષ્યનું દમન કરે તે ખરા ગુરુ !
માતા-પિતાદિ કુટુંબને છોડીને આવનાર શિષ્યને જે યોગ્ય રીતે સંભાળે નહિ તે બહુ મોટો અપરાધી છે.
દીક્ષા આપવામાં જે રીતે (રાત્રે બેસાડવા- મા-બાપને સમજાવવા – જલ્દી દીક્ષા અપાવવી – જલ્દી મુહુર્ત કઢાવવું) ઉતાવળ કરવામાં આવે છે તે રીતે પછી પણ સંભાળવામાં આવે તો કોઈ ફરિયાદ ન રહે.
ઉતાવળ તો એટલી કે દીક્ષા સાથે જ વડીદીક્ષાનું પણ મુહુર્ત જોઈએ. પછી કોઈ સંભાળનારૂં ન હોય ત્યારે છેલ્લી ફરિયાદ અહીં આવે ઃ આમનું શું કરવું ? અહીં કોઈ પાંજરાપોળ તો છે નહીં. શૈક્ષનું પરિપાલન યોગ્ય રીતે ન કરે તે પ્રવચનનો પ્રત્યેનીક (શત્રુ) કહેવાય.
જૈનશાસનની અપભ્રાજના કરનાર શિષ્યમાં નિમિત્ત ગુરુ બને છે તે યાદ રાખવું. જૈનશાસનની આ લોકોત્તર દીક્ષા છે. એમાં કોઈપણ આડું – અવળું થાય તો બહુ મોટું જોખમ છે. આ ભવમાં ફજેતો ને પરભવમાં દુર્ગતિ ! તેની જવાબદારી ગુરુની કહેવાય.
આટલા જોખમ બતાવી હવે ફાયદા બતાવે છે.
ગુરુ તેને (શિષ્યને) આગમોક્ત વિધિથી ગ્રહણ તથા આસેવનશિક્ષાથી સમૃદ્ધ બનાવે. એને પણ ભવથી પાર ઉતારે પોતે પણ ઉતરે. આમ થતાં મુક્તિનો માર્ગ પણ
૫૪ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org